
ગુજરાતમાંથી ઝડપાયો પાકિસ્તાની જાસુસ…આણંદના તારાપુરથી જાસુસની ઘરમાંથી કરાઈ ધરપકડ
ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસ દ્વારા આણંદમાં રહેતા પાકિસ્તાનના જાસૂસને ઝડપી પાડ્યો છે. આ જાસૂસ ભારતની મહત્ત્વની માહિતી પાકિસ્તાન મોકલતો હતો. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોર્ડે મિલિટરી ઈન્ટેલિજન્સ (MI) દ્વારા આપવામાં આવેલા ચોક્કસ ઈનપુટના આધારે આણંદ જિલ્લાના તારાપુર ખાતેથી એક પાકિસ્તાની જાસૂસી એજન્ટ લાભશંકર મહેશ્વરીની ધરપકડ કરી છે.
માહિતી એવી પણ મળી છે કે, 2022ની શરૂઆતમાં આરોપી પાકિસ્તાનમાં તેના માતા-પિતાની મુલાકાતે પણ ગયો હતો. આરોપીની વિઝા પ્રક્રિયા દરમિયાન અને તેના માતા-પિતાના ઘરે પાકિસ્તાનમાં રોકાણ દરમિયાન ત્યાં ખેતી પણ કરતો હતો. માનવામાં એવું પણ આવે છે કે, તે ત્યારથી જ તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે વાતચીત કરી રહ્યો છે. ત્યારે વ્હોટ્સએપ એકાઉન્ટની સુવિધા પણ લીધી હતી. આ ઉપરાંત તેણે સિમ કાર્ડ પાકિસ્તાનમાં મોકલ્યું હતું અને પાકિસ્તાની એજન્સી વતી અન્ય કેટલાક શંકાસ્પદ જાસૂસી વાહકોને નાણાં ટ્રાન્સફર કરવા સહિત પાક એજન્સીને અન્ય સહાય પૂરી પાડી હતી.
મહત્વનું છે કે, દેશભરમાં સ્વતંત્રતા દિવસ પહેલા “હર ઘર તિરંગા” નામની ઝુંબેશની આડમાં .apk” ફાઇલો ઇન્સ્ટોલ કરવાની લાલચ આપીને તેમાં વોટ્સએપ યુઝર, APS અધિકારી તરીકે દર્શાવીને એપ્લિકેશનને ટેક્સ્ટ મેસેજ સાથે આવા લક્ષ્યોને મોકલતા હતા અને તેમને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા અને એપ્લિકેશન પર રાષ્ટ્રધ્વજ સાથે તેમના વોર્ડનો ફોટો અપલોડ કરવા માટે પ્રોત્સાહિત કરતા. બીજી તરફ આરોપી પાકિસ્તાની એજન્ટ લાભશંકર વોટ્સએપ નંબર પર ભારતીય નાગરિકોના મોબાઇલ સાથે ચેડા કરીને તેમાંથી માહિતી મેળવીને પાકિસ્તાન એજન્સીને પણ મોકલતો હતો. જેથી તેણે ભારતીય IT અધિનિયમનું ઉલ્લંઘન કર્યાનું સામે આવ્યું છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે આરોપીની સંડોવણીને લગતા તમામ પાસાને ગુજરાત પોલીસ એટીએસ દ્વારા વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. બાદમાં ટૂંક સમયમાં સ્થાનિક કોર્ટમાં આરોપીની રજૂ કરી પોલીસ કસ્ટડી માટે રિમાન્ડ મેળવશે.