ગુજરાત-રાજસ્થાન સરહદે પાકિસ્તાની ઘૂસણખોરને BSFએ ઠાર માર્યો

ગુજરાત
ગુજરાત

હવે ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલી પાકિસ્તાન સરહદ પાસેથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યાની પહેલી ઘટના બની છે. જો કે, BSFના જવાનોએ આ પ્રયાસને નાકામ બનાવતા પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. શુક્રવારે મોડી રાત્રે કચ્છ સરહદ નજીક એક શખ્સ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતો જોવા મળ્યો હતો. BSFના જવાનોએ તેને રોકવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઘૂસણખોર ભાગ્યો હતો અને ઝાડવા પાછળ છુપાઈ ગયો હતો. BSFના જવાનોએ ફાયરિગ કર્યું હતું, જેમાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના સમયે પાકિસ્તાન તરફથી કેટલીક હિલચાલ પણ જોવા મળી હતી. આ ઘૂસણખોર અંગેની માહિતી BSFએ પાકિસ્તાન પાસેથી માગી છે.

આ પહેલા પણ દિવસ દરમિયાન પણ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને જવાનોએ નાકામ બનાવ્યો હતો. જોકે ગુજરાત અને રાજસ્થાન સરહદને અડીને આવેલી પાકિસ્તાનની આ સરહદ પાસે આવી રીતે પહેલી વાર રાતના સમયે ઘૂસણખોરી જોવા મળી હતી. સ્વતંત્રતા દિવસને લઇને પાકિસ્તાન સરહદ પર BSF હાઈએલર્ટ પર છે, ત્યારે ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવતા BSF વધુ સતર્ક બન્યું છે.

બીએસએફની યાદીમાં જણાવાયું હતું કે ગુજરાત-રાજસ્થાન બોર્ડર અતિસંવેદનશીલ છે. અગાઉ પાકિસ્તાનીઓ દ્વારા દિવસ દરમિયાન હાલચાલ કરાવાની ઘટના બની છે પરંતુ રાત્રિના અંધકારમાં ગુજરાત-રાજસ્થાનની આ બોર્ડર ક્રોસ કરવાનો આ પહેલો પ્રયાસ છે. હાલ 15 ઓગસ્ટ આવી રહી છે એટલે આમેય બીએસએફ દ્વારા તમામ સરહદો પર પેટ્રોલિંગ સઘન બનાવાયું છે. તેમાં પણ ગુજરાત-રાજસ્થાન બોર્ડરમાં રાત્રિના સમયે તારબંધીને ઓળંગીને ઘૂસણખોરી કરવાનો પાકિસ્તાની બાજુથી આ પહેલીવાર પ્રયાસ કરાયો હતો. આ એક નવી મોડસ ઓપરેન્ડી હોઈ શકે છે જેને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં આ સરહદે પહેરો વધુ ચુસ્ત બનાવાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.