પાકિસ્તાનમાં જન્મેલી કમર શેખ સતત 30મી વખત પીએમ મોદીને બાંધશે રાખડી
પાકિસ્તાનમાં જન્મેલા કમર શેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 1990થી એટલે કે છેલ્લા 35 વર્ષથી ઓળખે છે. તે છેલ્લા 29 વર્ષથી પીએમ મોદીને પોતાનો ભાઈ માનીને તેમને રાખડી બાંધી રહી છે.
આ વર્ષે પણ કમર શેખ રક્ષાબંધન પર અમદાવાદથી દિલ્હી આવવાની તૈયારી કરી રહ્યા છે. તે દિલ્હીમાં જ પીએમ મોદીના કાંડા પર રાખડી બાંધશે. ખાસ વાત એ છે કે તે પોતાના હાથથી જ રાખડી બનાવે છે.
કમર શેખે વર્ષ 1981માં મોહસીન શેખ સાથે લગ્ન કર્યા, ત્યારથી તે ભારતમાં સ્થાયી થઈ ગઈ. પીએમ મોદી પણ કમર શેખને વર્ષોથી પોતાની બહેન માને છે.
કમર શેખ કહે છે કે તે ક્યારેય બજારમાંથી રાખડી ખરીદતી નથી. તે 9-10 રાખડી બનાવે છે અને પીએમ મોદીને સૌથી વધુ ગમતી રાખડી બાંધે છે
Tags india kamar shaikh modi rakhdi Rakhewal