Home / News / ગુજરાતના આ શહેરમાં કોરોનાના કેસો વધતા શનિ-રવિ મોલ અને લારી ગલ્લા બંધ રાખવાનો આદેશ
ગુજરાતના આ શહેરમાં કોરોનાના કેસો વધતા શનિ-રવિ મોલ અને લારી ગલ્લા બંધ રાખવાનો આદેશ
સુરતમાં દરેક વ્યક્તિ મહિનામાં એક વખત કોરોના ટેસ્ટ કરાવે તેવી મહાપાલિકાએ અપીલ કરી છે. સુરતમાં પચાસ ટકા કોરોનાના કેસ કાપડ અને હીરા ઉદ્યોગમાં કામ કરતા લોકોમાંથી છે. આવામાં અઠવા અને રાંદેરમાં શનિ- રવિ ફરીવાર મોલ બંધ રાખવાનો આદેશ અપાયો છે. આ બંને ઝોન વિસ્તારમાં લોકોની ભારે ભીડ થતી હોવાથી નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ચોક, બરોડા પ્રિસ્ટેજ સહિતના ભીડભાડવાળા વિસ્તારોમાં હાલ લારી ગલ્લાવાળાઓ પર બંધી રાખવામાં આવી છે.
સુરતના અઠવા અને રાંદેર ઝોન વિસ્તારમાં કોરોનાના કેસો વધતા તંત્ર ચિંતિત બન્યુ છે. મહાપાલિકા કમિશનરની અધ્યક્ષતામાં સોસાયટીઓના પ્રમુખો સાથે મહત્વની મિટિંગ યોજાઇ હતી.રાંદેર ઝોન વિસ્તારમાં આવેલ 150 જેટલી સોસાયટીઓ પ્રમુખ- સેક્રેટરીઓ સાથે મિટિંગ કરવામાં આવી. રાંદેર ઝોન વિસ્તારમાં વધતા કેસોનું પ્રમાણ ઘટાડવા ખાસ મિટિંગ બોલાવવામાં આવી. પ્રતિદિવસ રાંદેર અને અઠવા ઝોન વિસ્તારમાંથી 80 જેટલા કોરોના પોઝીટીવ કેસો આવતા બેઠક કરાઇ છે. બેઠકમાં મહાપાલિકા કમિશનર બંછાનિધી પાણી, ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
લગ્નની સિઝનમાં સરકારે જાહેર કરેલા નવા નિયમના કારણે વર-વધુના માતા પિતા લગ્નની મંજૂરી માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે. જો કે આ પરિસ્થિતિ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે લગ્નમાં જો 100 લોકોની હાજરી હશે તો કોઈ પણ પ્રકારની મંજૂરીની જરૂર નહિં પડે. 100 થી વધુ મહેમાન હશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ રાત્રિના 9 વાગ્યા બાદ કોઈ પણ પ્રકારના આયોજનને મંજૂરી આપવામાં આવશે નહિં. સવારના 6થી રાત્રિના 9 દરમિયાન લગ્ન સમારોહ પૂર્ણ કરવાનો રહેશે. લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે મંજૂરી લેવાની રહેશે.