
અમદાવાદમા ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી સખત ગરમી પડી રહી છે.ત્યારે અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વાતાવરણમા અચાનક પલટો આવ્યો હતો.જેમા અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ભરઉનાળે કમોસમી વરસાદ વરસ્યો હતો.ત્યારે ગીરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે.આમ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી સખત ગરમી સાથે લૂ ફૂંકાઈ રહી છે.આ વચ્ચે અમરેલીના ધારી પંથકના ગામડાઓમાં માવઠું થયુ હતું.આ સાથે ગીરમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો.આ વરસાદને કારણે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ થઈ ગયો હતો.જેમા કમોસમી વરસાદ વરસતા પાકને ભારે નુકસાન જવાની ભીતિ સર્જાય છે.