બાકી રૂ.૧૦ ભરાવવા માટે રૂ.૬ લાખની ઓનલાઈન ઠગાઈ

ગુજરાત
ગુજરાત

લાઈટબીલના બાકી રૂ.૧૦ ભરાવવા માટેનો ફોન કરી ઠગે સિનિયર સિટીઝન સાથે રૂ.૬ લાખની ઓનલાઈન ઠગાઈ આચર્યાની ફરિયાદ સાયબર સેલમાં સોમવારે સવારે નોંધાઈ છે. આરોપીએ બીલ ભરાવવાના બહાને વૃદ્ધ પાસે મોબાઈલ ફોનમાં ગુગલ પ્લે સ્ટોરથી ક્વીક સ્પોર્ટ એપ ડાઉનલોડ કરાવી હતી. જે દ્વારા આરોપીએ ફરિયાદીના મોબાઈલ ફોનના એક્સેસ મેળવી બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરી ઠગાઈ આચરી હતી.

કવીક એપ ડાઉનલોડ કરાવી આરોપીએ વૃદ્ધના મોબાઈલ એક્સેસ મેળવી ઠગાઈ કરી

વિશ્રામનગરમાં ન્યુ નિકિતા પાર્ક ફલેટમાં રહેતાં અને નિવૃત્તી જીવન જીવતા અશોકભાઈ માણેકલાલ શાહ (ઉં,૬૬)એ સાયબર સેલમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરી છે જે મુજબ ગત ૨૮મી ઓગષ્ટના રોજ ફરિયાદીને ફોન કરીને રાહુલ શર્મા નામના વ્યક્તિએ લાઈટબીલના રૂ.૧૦ બાકી ભરવા માટે વાત કરી હતી. ફરિયાદી પાસે આરોપીએ ગુગલ પ્લે સ્ટોર પરથી કવીક સ્પોર્ટ એપ ડાઉનલોડ કરાવી હતી. આ એપ ડાઉનલોડ થયાના ગણતરીના સમયમાં અશોકભાઈ ખાતામાંથી ૪૯,૧૮૫ના બે ટ્રાન્ઝેકશન થયા અને પૈસા કપાયા હતા. આરોપીએ ફરિયાદીને ટેકનીકલ સમસ્યાને કારણે આમ થયાનું જણાવી પૈસા જમા થઈ જશે તેમ જણાવ્યું હતું.

બીજા દિવસે આરોપીએ ફરી ફોન કરી ફરિયાદી પાસે ઓટોમેટીકલી ફોરવર્ડ એસએમએસ મેસેજ ટુ યોર ફોન અને પીસી નામની એપ ડાઉનલોડ કરાવી તેમાં એપ બતાવેલા આંકડીયા માહિતી માંગી હતી. અશોકભાઈ પાસે આરોપીએ ડેબીટ કાર્ડનો અને સી.વી.સી નંબર માંગતા તેઓએ આપ્યો હતો. બીજી તરફ અશોકભાઈને આરોપીએ ફોન પર વ્યસ્ત રાખી તેઓના ખાતામાં જૂદા જૂદા ટ્રાન્ઝેકશનો કરી કુલ રૂ.૫,૯૮,૧૭૪ની રકમના જૂદા જૂદા ટ્રાન્ઝેકશનો કરી ટ્રાન્સફર કરી લીધી હતી. બનાવ અંગે સાયબર સેલે અશોકભાઈની ફરિયાદ આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.