
ગુજરાતમાં હાર્ટ અટેકથી વધુ એક મોત, વડોદરના હરણી વિસ્તારમાં ગરબા રમતા રમતા યુવક ઢળી પડ્યો
હાલ યુવાનો પર હાર્ટ અટેકનું સંકટ જાણે વધતુ જ જઈ રહ્યુ છે. છેલ્લા ઘણા દિવસોથી યુવાનોમાં હૃદયરોગના હુમલાના કેસ વધી ગયા છે. યુવાનો હસતા રમતા મોતને ભેટી રહ્યા છે. ત્યારે હાર્ટ એટેકથી યુવાનના મોતની વધુ એક ઘટના સામે આવી છે. ખાસ કરીને ગરબા રમતા હાર્ટ એટેક આવ્યો હોય અને યુવાન મોતને ભેટ્યા હોય તેવી અનેક ઘટનાઓ બની રહી છે. વડોદરામાં હરણી વિસ્તારમાં પણ આવી એક ઘટના બની છે.
વડોદરામાં હરણીના સંસ્કૃતિ એન્કલેવમાં રહેતા શંકરભાઈ રાણાને ગરબા રમતા અચાનક ચક્કર આવ્યા હતા. ગરબા રમતા હાર્ટ એટેક આવતા આ વ્યક્તિનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. હાર્ટ એટેક આવ્યા બાદ હાજર લોકો દ્વારા શંકરભાઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.જે પછી હાજર તબીબોએ શંકરભાઇને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ છે.