
ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળ્યો
ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું વધુ પ્રમાણ જોવા મળી રહ્યું છે.જેમાં હવામન વિભાગ અનુસાર ભારે ઠંડીનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે.ત્યારે વર્તમાનમા ગુજરાતના અનેક જીલ્લાઓ ઠંડી ઠુઠંવાઈ રહ્યા છે ત્યારે રાજ્યના હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે.જેના અનુસાર અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં 23 અને 24 જાન્યુઆરી એમ બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી હતી.જેને ધ્યાને લઇ અમદાવાદના જિલ્લા કલેક્ટરે જિલ્લા વિકાસ અધિકારી,તમામ પ્રાંત અધિકારીઓ,નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ,મામલતદારો તેમજ જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારીને સાવચેતીના પગલાં લેવા સૂચનાઓ આપી છે.આમ આ 2 દિવસ અગાઉ સિધ્ધપુર તાલુકામા ઠંડીને કારણે એક ખેડૂતનું મોત નીપજ્યું હતુ.