પ્રથમ દિવસે જ ગુજરાત 92 ટકા કામગીરી સાથે દેશભરના રાજ્યોમાં પ્રથમ ક્રમે

ગુજરાત
ગુજરાત 43

કોરોના સંક્રમણ સામે રક્ષણ ના અમોઘ શસ્ત્ર એવા કોરોના રસીકરણ અભિયાન માં ભારત સરકાર ની માર્ગદર્શિકા મુજબ 1લી મે થી, ગુજરાત સહિત દેશના 9 રાજ્યો માં રાજ્યમાં 18-44 વર્ષની વય જુથના વ્યક્તિઓની કોવિડ-19 રસીકરણની કામગીરી શરૂ થઈ છે. ગુજરાતે રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરો તથા 3 જિલ્લા મહેસાણા, કચ્છ અને ભરૂચ કે જ્યાં કોવિડ-19ના એક્ટીવ કેસોની સંખ્યા વધુ છે ત્યાં 18 થી 44 ની વય ના નાગરિકો માટે રસીકરણની કામગીરી શરૂ કરી છે.

રાજ્યના 18-44 વર્ષના વય જુથના યુવાઓનો રસીકરણ માટે ઉત્સાહ જનક બહોળો પ્રતિસાદ મળતા આ 10 જિલ્લા/કોર્પોરેશનમાં કુલ 60,000 ડોઝ પ્રથમ દિવસે આપવાના આરોગ્ય વિભાગના આયોજન સામે કુલ 55,235 વ્યક્તિઓને કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાત સહિત દેશ ના જે 9 રાજ્યો મહારાષ્ટ્ર, ઓરીસ્સા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્લી, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, તમીલનાડુ માં રસીકરણ શરુ થયું છે. દેશ ના આ રાજ્યો માં 80 હજાર જેટલા ડોઝ આપવામાં આવ્યા છે અને ગુજરાત તેમાં 92 ટકા કામગીરી એટલે કે 60 હજાર સામે 55235 ડોઝ આપીને ગુજરાત સમગ્ર દેશમાં આ 18 થી 44 ની વય ના નાગરિકોના રસીકરણ માં પ્રથમ સ્થાને રહ્યું છે

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સઘન પ્રયત્નોના પરિણામે ગુજરાતને સીરમ ઇન્સ્ટીટ્યુટ, પુના તરફથી ૩૦મી એપ્રિલના રોજ કોવિશિલ્ડ રસીનો ૩ લાખ ડોઝનો જથ્થો પણ પ્રાપ્ત થઈ ગયો છે.
18 થી 44 ની વય જૂથના નાગરિકો માટે રસીકરણ રજીસ્ટ્રેશન ની ઓન લાઇન પ્રક્રિયા 28 એપ્રિલ થી શરુ થતાં જ રાજ્યના આ વય ના લોકોએ વ્યાપક પ્રતિસાદ આપીને મોટા પ્રમાણમાં ઓન લાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના જે જિલ્લાઓ માં કોરોના સંક્રમણ વધુ છે તેવા 10 જિલ્લામાં આવા રજીસ્ટ્રેશન થયેલા યુવાઓ ના રસીકરણ ને 1 લી મેથી જ અગ્રતા આપી આરોગ્ય તંત્રને પ્રેરિત કર્યું હતું. મુખ્યમંત્રી ના આ અભિગમના પ્રતિસાદ રૂપે આજે પ્રથમ દિવસે જ 55235 રસી ડોઝ આપવામાં આવ્યા છે અને ગુજરાત રસીકરણ ના ચોથા તબક્કા ના પ્રારંભ દિવસે જ દેશ ભરમાં ટોપ પર આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં આજ રોજ હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર અને 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓને પણ પ્રથમ અને બીજો ડોઝ મળીને કુલ 1,61,858 રસીના ડોઝ આપવામાં આવેલ છે. સમગ્ર રાજ્યમાં આજે 1લી મે ના રોજ કુલ 2,17,093 રસીના ડોઝ આપવામાં આવ્યા છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.