તાઉ-તે હવે ઉત્તર ગુજરાતને ધમરોળશે, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાશે

ગુજરાત
ગુજરાત

તાઉ-તે વાવાઝોડું ગુજરાતમાં આગળ વધી રહ્યું છે. અમદાવાદમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. હાલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અમદાવાદમાંથી પસાર થયા બાદ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ જશે. ગાંધીનગરમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ પ્રમાણે અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ‘તાઉ’તે’ વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે. આગામી 24 કલાક રાજ્યના વિવિધ વિભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

7 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું

મનોરમા મોહંતીએ વાવાઝોડાની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘તાઉ’તે’ વાવાઝોડું હાલ અમરેલી અને બોટાદની વચ્ચે છે. જે કલાકના 7 કિલોમીટરની ઝડપે રાજ્યની ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સ્થિતિમાં વાવાઝોડું અમદાવાદ નજીકથી પસાર થશે. જોકે પવનની ઝડપ ઘટીને ૪૦ થી ૪૫ કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે.આ સાથે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શક્યતા પણ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.