
અમદાવાદમાં આવતાં મહિને અર્બન-20 સમિટ યોજાશે
અમદાવાદમાં આવતા મહિને અર્બન-20 સમિટના ભાગરૂપે શેરપા ઇન્સેપ્શન બેઠક યોજાશે.જેમાં વર્ષ 2050 સુધીમાં વિશ્વની 50 ટકા કરતા વધુ લોકો શહેરોમાં વસવાટ કરતા હશે.ત્યારે પર્યાવરણની જાળવણી સાથે શ્રેષ્ઠ શહેરી આયોજન કેવી રીતે થઈ શકે તે અંગે આ સમિટમાં ચર્ચા-વિચારણા થશે.આમ આ સમિટનો મૂળ મંત્ર ઇન્ટેન્શન ટૂ એક્શનનો છે એટલે કે અગાઉ 5 અલગ-અલગ શહેરોમાં યોજાયેલી બેઠકોમાં જે ચર્ચા-વિચારણા થઈ હતી તેના પર નક્કર કામગીરી અંગે અમદાવાદની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.આમ ભારતમાં પ્રથમવાર અર્બન-20 બેઠક યોજાશે.જેમાં જી-20 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે.