ઉત્તર ગુજરાતમાં સતત વરસાદથી ડેમ-જળાશયમાં નવા પાણીની આવક

અરવલ્લી
અરવલ્લી 399

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં મેઘમહેર યથાવત છે. આ તરફ હવે ઉત્તર ગુજરાતના બે જીલ્લાઓના ડેમો અને જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે આ ડેમ-જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક થઇ છે. જેને લઇ પંથકના ખેડૂતોનો પીવાના પાણી અને સિંચાઇના પાણીનો પ્રશ્ન મહદઅંશે દૂર થયો છે.

અરવલ્લી જિલ્લાના વાત્રક જળાશયમાં છેલ્લા 10 દિવસમાં 11 ટકા પાણીનો વધારો નોંધાયો છે. આ તરફ માઝૂમ જળાશયમાં 10 દિવસમાં 13.62 ટકા અને વૈડી જળાશયમાં 10 દિવસમાં 33.75 ટકાનો વધારો નોંધાયો છે. આ સાથે મેશ્વો જળાશયમાં 12.87 ટકાનો વધારો નોંધાયો છે. જોકે સાબરકાંઠા જીલ્લાના ગુહાઇ જળાશયમાં 14.87 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ સાથે હાથમતી જળાશયમાં પાણીનો જથ્થો 42 ટકાએ તો ખેડવામાં છેલ્લા 10 દિવસ દરમ્યાન 3.76 ટકા નવા નીર આવ્યા છે.

ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘમહેર યથાવત રહેતાં ડેમો-જળાશયોમાં નવા નીર આવ્યા છે. જેને લઇને હવે પીવાના પાણીની સમસ્યામાં મહદઅંશે રાહત મળી શકશે. બંને જીલ્લાના મહત્વના જળાશયોમાં છેલ્લા એક સપ્તાહ દરમ્યાન નોંધપાત્ર આવક સ્થાનિક અને ઉપરવાસમાં વરસાદને પગલે નોંધાઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.