જામનગરમાં સગીરના હત્યા કેસમાં પાડોશી નીકળ્યો હત્યારો

ગુજરાત
ગુજરાત

જામનગર, જામનગરમાં ૧૫ વર્ષના કિશોરની ગુપ્તાગ કાપેલી લાશ મળી હતી તે ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અજાણ્યા શખ્સો દ્રારા હુમલો કરીને કિશોરની હત્યા કરાઈ હતી તેમાં પાડોશીનો જ હાથ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસને હત્યા સ્થળ પરથી મળેલા પુરાવાના આધારે તપાસ શરુ કરવામાં આવી હતી. આરોપીઓએ પોલીસથી બચવા માટે જે ચાલાકી વાપરી હતી તેનો પણ ખુલાસો થઈ ગયો છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરી કામ કરતા પંકજ કાળુભાઈ ડામોર નામના ૧૫ વર્ષના તરૂણનો લોહીથી લથબથ મૃતદેહ પસાયા બેરાજા ગામના સીમ વિસ્તારમાંથી પાછલા વર્ષના ડિસેમ્બર મહિનાની શરુઆતમાં મળી આવ્યો હતો.

આ બનાવની જાણ થતા પંચકોશી છ ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તપાસ હાથ ધરી હતી. આ મામલે પોલીસે તપાસ કરતા માલુમ પડયું કે આ હત્યા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ છે, મૃતક પંકજની મોટી બહેન સાથે દિવ્યેશ વાખલા નામના શખ્સનું લફરું ચાલતું હતું. આવામાં પંકજને તેની બહેન અને દિવ્યેશના લફરા અંગે જાણ થઈ જતા તેણે આ વાત ઘરે કહી દેવાની વાત કરી હતી. મૃતક પંકજની સાથે દિવ્યેશનો ભાઈ જયપાલ ભણતો હતો અને તેણે તેને પોતાની કેસમાં તપાસ કરતા માલુમ પડયું કે દિવ્યેશ નામના યુવક અને મૃતક પંકજની મોટી બહેન વચ્ચે લફરું ચાલતું હતું.

પંકજ ૬ ડિસેમ્બર ૨૦૨૨એ વાડીનું કામ પૂર્ણ કરીને મધ પાડવા જઈ રહ્યો હતો ત્યારે દિવ્યેશના પિતા હેમંત વાખલાએ તેને એકલો જોઈને ખતરનાક વિચાર આવ્યો અને તેણે પંકજની હત્યા કરીને દીકરાનો મામલો દબાવી દેવાનો પ્લાન ઘટી નાખ્યો હતો. પંકજને મધ પાડી આપવામાં મદદ કરવાની વાત કરીને હેમંતે પંકજની ધારિયાના ઘા મારીને હત્યા કરી નાખી હતી. પંકજનું મોત થયા બાદ પોલીસને આ કેસમાં ગેરમાર્ગે દોરવા માટે તેણે પંકજનું ગુપ્તાંગ કાપીને ફેંકી દીધું હતું. આ પછી હેમંત જે ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો તેને ત્યાં જ ફેંકીને ફરાર થઈ ગયો હતો. આ કેસમાં પોલીસ તપાસમાં ખુલ્યું છે કે હેમંતનો દીકરાએ પંકજની બહેન સાથે લફરું કર્યું હતું અને બન્ને પરિવારો એક જ સમાજના હોવાથી હેમંતે પંકજની બહેનને રૂપિયાના આપવા પડે તે માટે પંકજને મારી નાખ્યાનું કબૂલ્યું છે.

આ કેસમાં પંકજની બહેને તપાસ દરમિયાન પોલીસને જણાવ્યું કે તેના અને દિવ્યેશ વચ્ચે પ્રેમ સંબંધો હતા, પરંતુ પ્રેમ પ્રકરણનો અંત આવ્યા પછી પણ દિવ્યેશ તેને વારંવાર હેરાન કરીને સંબંધો ચાલુ રાખવા માટે દબાણ કરતો હતો. પંકજ ધોરણ-૭માં જ્યારે તેની બહેન ધોરણ-૮માં અભ્યાસ કરતી હતી. બીજી તરફ પંકજની બહેન સાથે પ્રેમ સંબંધ બાંધનારો દિવ્યેશ ૧૭ વર્ષનો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.