ભારત મિત્રતા નિભાવવાનું પણ જાણે છે અને આંખમાં આંખ મિલાવીને પડકાર આપવાનું પણ જાણે છે,જવાનોની શહાદતને આખો દેશ યાદ રાખશે : નરેન્દ્રભાઇ મોદીની મન કી બાત

ગુજરાત
ગુજરાત 216

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત દ્વારા દેશને સંબોધન કરી રહ્યાં છે. 14 જૂનના રોજ તેમણે દેશવાસીઓ પાસેથી પોતાના આ રેડિયો કાર્યક્રમ માટે સૂચનોમંગાવ્યાં હતાં. – લદાખમાં ભારત તરફ આંખ ઉઠાવનારાને જડબાતોડ જવાબ મળ્યો છે. ભારત મિત્રતા નિભાવવાનું પણ જાણે છે અને આંખમાં આંખ મિલાવીને પડકાર આપવાનું અકિલા પણ જાણે છે. – સંકટ ભલે ગમે તેટલું મોટું હોય પણ ભારતના સંસ્કાર આપણને વિશ્વાસ અપાવે છે. ભારતે દુનિયાભરની મદદ કરી છે. દુનિયાએ ભારતની વિશ્વ બંધુત્વની ભાવનાને મહેસૂસ કરી છે. દુનિયાએ ભારતની તાકાત અને અકીલા પ્રતિબદ્ધતાને પણ જોઈ છે.- પીએમ મોદી – પીએમ મોદીએ ગીતની એક પંક્તિ સંભળાવી, યહ કલકલ છલછળ બહતી ક્યાં કહતી હૈ ગંગા ધારા, સદીઓ સે બહતી હૈ યહ પુણ્ય પ્રતાપ હમારા. – પડકારો આવે છે, એક વર્ષમાં એક પડકાર કે પછી 50 પડકાર આવે., તેનાથી કઈ વર્ષ ખરાબ નથી થતું. ભારતનો ઈતિહાસ પડકારોભર્યો રહ્યો છે. સેંકડો હુમલાખોરોએ દેશ પર હુમલો કર્યો પરંતુ તેનાથી ભારત વધુ ભવ્ય થઈને સામે આવ્યું. – બની શકે કે એવી વાતચીતના કેટલાક કારણો પણ હોય. આપણે ક્યાં જાણતા હતાં કે કોરોના જેવું સંકટ આવશે. દેશમાં નિતનવા પડકારો સામે આવી રહ્યાં છે. દેશના પૂર્વ ભાગમાં તોફાન આવ્યું. ખેડૂત ભાઈ બહેનો તીડના આક્રમણથી પરેશાન થઈ રહ્યા છે. દેશમાં નાના મોટા ભૂકંપ આવી રહ્યાં છે. આ બધા વચ્ચે પાડોશીઓ જે કરી રહ્યાં છે તેને પણ દેશ પહોંચી રહ્યો છે.- પીએમ મોદી – પીએમ મોદીએ કહ્યું કે મન કી બાતમાં અનેક વિષયો પર વાત કરવામાં આવી. મહામારી વખતે પણ ખૂબ વાત થઈ. લોકો ચર્ચા કરી રહ્યાં છે કે આખરે આ વર્ષ કેવી રીતે વિતશે? લોકો મિત્રોને કહી રહ્યા છે કે આ વર્ષ સારું નથી. 2020 શુભ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.