મારા ગુના સામાજિક અપરાધ, પ્રત્યાર્પણ યોગ્ય નહીં

ગુજરાત
ગુજરાત

અમદાવાદ, વડોદરાના એક કથિત બુટલેગર વિજય ઉધવાણી ઉર્ફે વિજુ સિંધીએ તેની સામેની ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ અને કેન્દ્ર સરકારની યુએઈને પ્રત્યર્પણની વિનંતીને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી છે અને દલીલ કરી છે કે દારુબંધીના કેસ માત્ર સામાજિક અપરાધ છે. આવા ફોજદારી કેસો ઈન્ટરપોલના ઉપયોગ અથવા પ્રત્યર્પણ માટે લાયક નથી. વિજુ સિંધીની પત્ની દ્વારા વકીલ રાહુલ શર્મા મારફતે દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવ્યું કે, તે ગયા જુલાઈ મહિનામાં દુબઈ ગયો હતો. ગુજરાત પોલીસની વિનંતી બાદ ઈન્ટરપોલે તેની સામે આરસીએન જારી કર્યુ અને કેન્દ્ર સરકારે ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ સંયુક્ત અરબ અમીરાત સરકારને પ્રત્યર્પણ માટે વિનંતી કરી હતી. આ રીતે તેની દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી અને ૨૦૦,૦૦૦UAEદિરહામની ચૂકવણી બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં તેનો અને તેના ગેરેન્ટરનો પાસપોર્ટ પણ સરેન્ડર કરવામાં આવ્યો હતો.

સિંધી ઈચ્છે છે કે હાઈકોર્ટ આરસીએન અને પ્રત્યર્પણની વિનંતીને રદ્દ કરે, કારણ કે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ૩૮ બુટલેગિંગ એફઆરઆઈ માટે આરસીએન જારી કરવું એ મૂળભૂત ઈન્ટરપોલ માર્ગદર્શિકાનું ઉલ્લંઘ કરે છે. જે સ્પષ્ટપણે સ્પષ્ટ છે કે આ નોટિસ માત્ર ગંભીર પ્રકારના ગુનાઓને ધ્યાનમાં રાખીને જ જારી કરી શકાય છે, સામાજિક ગુનાઓ માટે જારી કરી શકાય નહીં. પ્રતિબંધ એ સમાજિક અપરાધનું ઉદાહરણ છે. અરજીમાં ડેટાની પ્રક્રિયા પર ઈન્ટરપોલના નિયમોની કલમ ૮૩(૧)(a)(i)નો હવાલો આપતા કહેવામાં આવ્યું છે કે, વ્યવહાર કે સાંસ્કૃતિક ધોરણો સંબંધિત ગુનાઓ માટે આરસીએન જારી કરી શકાતુ નથઈ.

પ્રતિબંધનો ગુનો સાંસ્કૃતિક ધોરણો સાથે સંબંધિત છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં પણ જ્યારે કેટલાંક રાજ્યોએ દારુ પર પ્રતિબંધ લાગુ કર્યો છે, મોટાભાગના રાજ્યોમાં તે ગુનો નથી. અરજીમાં એવી પણ દલીલ કરવામાં આવી છે કે, કેન્દ્રની પ્રત્યર્પણ વિનંતી કાયદા હેઠળ માન્ય નથી, ગેરકાયદે અને સત્તાનો દુરુપયોગ છે, કારણ કે દારુના પ્રતિબંધના કેસમાં પ્રત્યર્પણ યોગ્ય નથી. સિંધીએ હાઈકોર્ટને વિનંતી કરી કે, અધિકારીઓને વિજયના અને તેના ગેરેન્ટરના પાસપોર્ટ જારી કરવા અને યુએઈમાં આ પ્રક્રિયા પર થનારો તમામ ખર્ચો ઉઠાવવાનો આદેશ આપે. એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે તે પોતાના પરિવાર સાથે રહેવા માટે ભારત પરત આવવા ઈચ્છે છે, પરંતુ તે કીર શકતો નથી, કારણ કે તેની જામીન શરતોનું પાલન કરવા માટે તેનો પાસપોર્ટ સરેન્ડર કરવામાં આવ્યો છે. આ કેસ મંગળવારે જસ્ટીસ એન.વી. અંજારિયા અને જસ્ટિસ નિરલ મહેતાની બેંચ સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો, પરંત જજોએ કહ્યું કે, અરજી એક અનોખી પ્રકૃતિની છે અને તેને પાછી રજિસ્ટ્રીમાં એ નક્કી કરવા માટે મોકલી છે કે કઈ બેંચને એનીસુનાવણી કરવાનો અધિકાર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.