ટુંક સમયમાં દુકાનો વધુ સમય ખુલ્લી રાખી શકાશે

ગુજરાત
ગુજરાત 172

૧લી જુલાઇથી અમલમાં આવશે ‘અનલોક ૨.૦’: ગુજરાત સરકાર આપશે વધુ છુટછાટઃ રાત્રી કફર્યુના કલાકો પણ ઘટશેઃ રેસ્ટોરન્ટ અને અન્ય એકમોને ખુલ્લા રાખવાની મર્યાદા વધી શકે છે

નવી દિલ્હી : સમાજના વિવિધ વિસ્તારોમાં રહેતા લોકો તરફથી થઈ રહેલા દબાણને પગલે ગુજરાત સરકાર અનલોક ૨.૦માં વધારાની છૂટછાટો આપી શકે છે. અનલોક ૨.૦ ૧ જુલાઈથી અમલમાં આવે તેવી સંભાવના છે. અનલોક ૨.૦ના લઈને રાજય સરકાર સામે કરવામાં આવેલી બે મુખ્ય માગણીઓમાં- દુકાનો-ધંધાકીય એકમો ખુલ્લા રાખવાના કલાકો વધારવા અને રાત્રિ કર્ફ્યૂનો સમય ઘટાડવાનો સમાવેશ થાય છે. દુકાન-ધંધાકીય એકમો નિશ્ચિત સમય કરતાં વધુ ખુલ્લા રાખવા અને રાત્રિ કર્ફ્યૂનું ઉલ્લંઘન કરવા પર પોલીસ તરફથી ‘હેરાનગતિ’ થતી હોવાની ફરિયાદો ઘણાં લોકો તરફથી અકીલા મળી છે. હાલ ચાલી રહેલા અનલોક ૧.૦માં દુકાનો અને ધંધાકીય કનિદૈ લાકિઅ એકમો સાંજે ૭ વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાય છે. રાત્રિ કર્ફ્યૂ રાત્રે ૯થી સવારના ૫ વાગ્યા સુધી લાગુ કરવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો, સરકારને ધારાસભ્યો અને વિવિધ વેપારી સંસ્થાઓ તરફથી આ મુદ્દે પ્રતિસાદ મળ્યો છે. સૂત્રોએ જણાવ્યું, ‘રાત્રે ૯ વાગ્યા પછી શહેરમાં ફરતા લોકોને સમસ્યા નડી રહી છે કારણકે પોલીસ રાત્રિ કર્ફ્યૂનો ચુસ્ત અમલ કરાવે છે. એસટી બસ દ્વારા શહેરમાં ૯ વાગ્યા પછી આવતા લોકોને પણ હેરાનગતિનો સામનો કરવો પડે છે.’ તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે. આ સિવાય રેસ્ટોરાં, જિમ, દુકાન માલિકો અને અન્ય ધંધાકીય એકમોના પ્રતિનિધિઓએ રજૂઆત કરી કે, સાંજે ૭ વાગ્યા સુધી જ દુકાનો, રેસ્ટોરાં અને અન્ય એકમો ખુલ્લા રાખવાના નિયમને કારણે મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું, ‘જયારે અનલોક ૨.૦ અમલમાં આવે ત્યારે રેસ્ટોરાં અને અન્ય એકમો ખુલ્લા રાખવાની સમય મર્યાદા વધી શકે છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને મહામારી સંબંધિત અન્ય પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાની કડક સૂચના આપીને સમય મર્યાદા પરથી તમામ પ્રકારના પ્રતિબંધો હટાવી શકાય છે. જો કે, આ રાહત કેંદ્ર સરકારની મંજૂરી પછી જ શકય છે.’ રાજય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી સમય મર્યાદાની સૌથી માઠી અસર રેસ્ટોરાં બિઝનેસ પર પડી છે. ગુજરાતના હોટલ્સ એન્ડ રેસ્ટોરાં અસોસિએશન (HRA)ના પ્રમુખ નરેંદ્ર સોમાણીએ કહ્યું, ‘૮૦ ટકાથી વધુ રેસ્ટોરાંનો બિઝનેઝ સાંજે શરૂ થાય છે. અમારા બિઝનેસ માટે સમય મર્યાદા સૌથી મોટું નડતર છે. મર્યાદિત સમયના કારણે ટેકઅવે ઓર્ડર અને રેસ્ટોરાંમાં આવતા લોકો એમ કુલ મળીને માત્ર ૧૦ ટકા ધંધો થાય છે.’ સમય મર્યાદાના કારણે રિટેલ બિઝનેસમાં પણ ગ્રાહકો ઘટયા છે, જેના કારણે રિટેલરોને બિઝનેસમાં નફો રળવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન (GTF)ના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ કહ્યું, ‘જબરદસ્તીથી દુકાનો બંધ કરાવવાના ડરે હવે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રિટેલરો ૬ વાગ્યે જ દુકાનો બંધ કરી દે છે. અનલોક ૧.૦ પૂરું થવાને એક અઠવાડિયાનો સમય બાકી છે ત્યારે સરકારે દુકાનો મોડે સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવી જોઈએ તેમજ રાત્રિ કર્ફ્યૂ પણ હટાવી લેવો જોઈએ.’


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.