૫૦થી વધુ ઘટનાઓ બની એક મહિનામાં વિવિધ ટ્રેનમાંથી લૂંટ ચોરીની

ગુજરાત
ગુજરાત

અમદાવાદના કાલુપુર,મણિનગર અને બારેેજડી રેલવે સ્ટેશન તેમજ અમદાવાદ રેલવે પોલીસની હદમાં ટ્રેનમાં લૂંટ અને ચોરી કરતી અનેક ગેંગનો આતંક સતત વધી રહ્યો છે. છેલ્લાં એક મહિના દરમિયાન લૂંટ અને ચોરીની ૫૦થી વધુ ફરિયાદ રેલવે પોલીસમાં નોંધવામાં આવી છે. તેમ છંતાય, હજુ સુધી પોલીસને ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મળી નથી. જેના કારણે મુસાફરોમાં તેમના કિંમતી સામાન અને ચીજવસ્તુઓની સલામતીને લઇને ચિંતા જોવા મળી છે. માત્ર ટ્રેનની મુસાફરી સમયે સામાન પોતાની જવાબદારી પર સાચવવાની રેલવે પોલીસ માત્ર સુચના આપીને સંતોષ માની રહી છે.અમદાવાદના કાલુપુર , મણિનગર રેલવે સ્ટેશન પ્રતિદિન હજારો મુસાફરો આવનજાવન કરે છે.જેથી તેમના સામાનની સલામતી મુખ્ય બાબત બની રહે છે. જો કે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી પસાર થતી ટ્રેનમાં મુસાફરોની સલામતીને લઇને અનેક સવાલ ઉભા થયા છે. અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં જ નોંધાયેલી ફરિયાદના ચોકાવનારા આંકડા જ આ બાબત દર્શાવે છે. છેલ્લાં એક મહિનામાં ૫૦થી વધુ લૂંટ અને ચોરીની ઘટના બની છે. જેમા બારેજડી પાસે જ્યારે ટ્રેન ઉભી રહે છે ત્યારે પેસેન્જરના મોબાઇલ અને સોનાના દાગીનાની ચોરી કરતી ગેંગ સક્રિય થઇ છે. જો કે આ વિસ્તારમાં આતંક ફેલાવતી ગેંગને પકડવામાં સફળતા મળી નથી. બારેજડી પાસે સિનિયર સિટીઝન અને મહિલાઓને ખાસ ટાર્ગેટ કરવામાં આવે છે. મુંબઇમાં રહેતા આનંદ ભોગાઇતા તેમના પરિવાર સાથે સૌરાષ્ટ્ એક્સપ્રેસમાં જતા હતા ત્યારે બારેજડી પાસે એક વ્યક્તિએ તેમના પત્નીના હાથમાંથી રોકડ ભરેલુ પર્સ આંચકીને લૂંટ કરી હતી. આ ઉપરાંત, કાલુપુર રેલવે સ્ટેશનથી મણિનગર રેલવે સ્ટેશન વચ્ચે પણ મુસાફરોની ટાર્ગેટ કરતી ગેંગ સક્રિય થઇ છે. જેમાં કાલુપુર રેલવે સ્ટેશન પરથી જતી ટ્રેન મણિનગર રેલવે સ્ટેશન પર પહોંચે તે દરમિયાન સોનાના દાગીનાની લૂંંટ થવાની ફરિયાદો પણ વધી છે. મુંબઇમાં રહેતા સિનિયર સિટીઝન અરૂણાબેન પરમાર સૂર્યનગરી એક્સપ્રેસમાં મુંબઇ જતા હતા અને કાલુપુર રેલવે સ્ટેશન પરથી ટ્રેન ઉપડી સમયે તે એક વ્યક્તિ અરૂણાબેન અને અન્ય મુસાફરના ગળામાંથી સોનાની ચેઇન તોડીને મણિનગર રેલવે સ્ટેશનથી ફરાર થઇ ગયો હતો. તેમજ જ્યારે ટ્રેન ઉભી રહે ત્યારે પેસેન્જર નીચે ઉતરે ત્યારે તેમના સામાનની ચોરી કરતી અને ભીડનો લાભ લઇને મોબાઇલ તેમજ પર્સની ચોરી કરતી ગેંગ પણ સક્રિય છે. રેલવે સ્ટેશન પર સીસીટીવી નેટવર્ક હોવા છંતાય, પોલીસ હજુ સુધી આ પ્રકારના ગુનાઓને કાબુમાં લેવામાં પોલીસને સફળતા મળી નથી. આમ, કાલુપુર રેલવે સ્ટેશન અને અમદાવાદ રેલવે પોલીસની હદ મુસાફરો માટે અસુરક્ષિત બની રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.