ગુજરાતમા ચોમાસુ સામાન્ય કરતા નબળું રહેવાની સંભાવના જોવા મળી

ગુજરાત
ગુજરાત

વર્તમાન વર્ષે સમગ્ર દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા જોવા મળી રહી છે.ત્યારે ભારતમાં ચોમાસું આગામી 4 જૂનની આસપાસ કેરળમાં આવશે.આ વર્ષે ચોમાસું 96 ટકા રહેવાનો અંદાજ છે.બીજીતરફ ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા જોવા મળી છે.ત્યારે હવામાન વિભાગના મુજબ ગુજરાતમાં ગરમીથી લોકોને રાહત મળી શકે છે.તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે.બીજીબાજુ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.ત્યારે આગામી 28 અને 29મી મેના રોજ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.જેમા સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજકોટ,અમરેલી, પોરબંદર,પાટણ,મહેસાણા,બનાસકાંઠા,સાબરકાંઠા,વડોદરા,આણંદ અને ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.દરિયામાં સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાથી દરિયા કાંઠે તેમજ તેની આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.દરિયામાં માછીમારી કરવા જનારા માછીમારોને પણ ત્રણ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.