ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ ‘નોર્મલ શિડયુલ’ મુજબ જ થશે : હવે પ્રિ-મોન્સુન એકટીવીટી વધશે

ગુજરાત
ગુજરાત 62

પાંચ દિવસ રાજકોટ સહિત અનેક જિલ્લામાં 30 થી 40 કિ.મી. ઝડપે પવન સાથે ચોમાસા પૂર્વેનો છુટોછવાયો વરસાદ થવાની હવામાન ખાતાની આગાહી

ગુજરાતમાં ચોમાસાના આગમનના પડઘમ વાગી રહ્યા હોય તેમ છલ્લા ત્રણેક દિવસથી પ્રિ-મોન્સુન એકટીવીટી હેઠળ હળવો વરસાદ પડવા લાગ્યો છે. ત્યારે હવામાન ખાતા દ્વારા ચોમાસાની એન્ટ્રી સમયસર જ થવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત હવામાન વિભાગના ડાયરેકટરના કહેવા પ્રમાણે રાજયમાં હજુ પ્રિ-મોન્સુન એકટીવીટી જ છે અને ચોમાસાનો વિધિવત પ્રવેશ નોર્મલ સમયે થઇ શકે છે. ચોમાસાએ હજુ સમગ્ર મહારાષ્ટ્રને પણ કવર કર્યુ નથી. એટલે ચોકકસ આગાહી ન થઇ શકે. જોકે આવતા પાંચ દિવસમાં પ્રિ-મોન્સુન એકટીવીટીનું જોર તથા વરસાદની માત્રા-વિસ્તાર વધી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વ્યાપક અને વધુ માત્રામાં વરસાદ શકય છે

જયારે સૌરાષ્ટ્ર-ઉતર ગુજરાતમાં હળવા-ભારે ઝાપટા વરસી શકે છે આ દરમ્યાન 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની શકયતા છે. તા.8ના રોજ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, અમરેલી તથા રાજકોટમાં હળવો વરસાદ થવાની શકયતા છે. તા. 9ના રોજ ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ તથા પોરબંદરમાં પવન સાથે વરસાદ થઇ શકે છે.

તા.10ના રોજ પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, કચ્છ તથા દીવમાં વરસાદ થવાની શકયતા છે. તા. 11મીના રોજ સુરેન્દ્રનગર, દ્વારકા, બોટાદમાં પણ વરસાદી એકટીવીટી જોવ મળશે. આ દિવસોમાં પવનનું જોર 30 થી 40 કિ.મી. સુધીનું રહી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.