રાજ્યના 13 શહેરોમાં તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર

ગુજરાત
ગુજરાત

ગુજરાત આ ઉનાળે રીતસર અગનભઠ્ઠી બની ગયું છે અને અમદાવાદમાં આજે તાપમાન 47 ડિગ્રીને પાર થઈ ગયું છે. હજી પણ આવતીકાલે પારો 48 ડિગ્રીએ પહોંચશે તો 100 વર્ષનો રેકોર્ડ તૂટશે. બીજીતરફ રાજ્યના 13 શહેરોમાં તાપમાન આજે રેકોર્ડ 46ને પાર થઈ ગયું છે અને આ ગરમીથી બચવા ક્યાં જવું અને શું કરવું એ લોકો વિચારતા થઈ ગયા છે. હજી પણ ચાર દિવસ સુધી આવી ગરમી બાદ આંશિક રાહત મળે તેવી હવામાન વિભાગની આગાહી છે.

અમદાવાદમાં આજે સવારે 8 વાગ્યે જાણે 11 વાગ્યા હોય તેવી ગરમી શરુ થઈ ગઈ હતી. જ્યારે બપોરે 2 વાગતા સુધી તો ગરમી પીક પર પહોંચી ગઈ હતી અને 47 ડિગ્રી સેલ્સિયસની સર્વોચ્ચ સપાટી દેખાડી દીધી હતી. આ સ્થિતિમાં મોડી સાંજ સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. હજી પણ આવતીકાલે આ રીતે જ ભીષણ ગરમી ચાલુ રહે તો નવાઈ નહીં.​​​​​​​

બેકાબુ સૂર્યપ્રકોપને જોતા હવામાન વિભાગે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ સિવાય વડોદરામાં 45, મહેસાણા-હિંમતનગરમાં 45, ગોધરા-ખેડબ્રહ્મામાં 45, નડીયાદ, ધોળકામાં 45, ભાવનગર-અમરેલીમાં 43 અને રાજકોટ જૂનાગઢમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.