ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં વહેલી સવારથી મેઘમહેર યથાવત

ગુજરાત
ગુજરાત

ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ઊંઝામાં હળવા વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. ત્યારે હળવા ઝાપટાના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ તરફ બનાસકાંઠાના લાખણી પંથકમાં પડેલા ધોધમાર વરસાદ બાદ હજુ પાણી ઓસર્યા નથી. મડાલ અને દેતાસકુવા ગામને જોડતાં રસ્તામાં વરસાદી પાણી ભરાયા. ગામમાં રસ્તો કાચો હોવાથી ટ્રેક્ટર અને કાર ફસાઈ હતી. આ સાથે પાટણ જિલ્લામાં સામાન્ય વરસાદ પડ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પાટણ અને સરસ્વતીમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. પાટણના અન્ય તાલુકામાં સામાન્ય તો ક્યાંક સાવ નહીવત વરસાદ પડ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વિજયનગરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઈડર, ખેડબ્રહ્મા, તલોદ, હિંમતનગરમાં અડધા ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે. પ્રાંતિજ, પોશિના, વડાલીમાં નહીવત વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ વરસાદ વડોદરા, હાલોલ, સાબરકાંઠાના વિજયનગર અને ખેડાના ઠાસરામાં પોણા બે ઇંચ નોંધાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.