રાજ્યના 53 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી, સૌથી વધુ 3 ઈંચ વરસાદ આણંદના તારાપુરમાં નોંધાયો

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં 8 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે રાજ્યમાં વરસાદી માહોલ છે અને સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીના સમયગાળામાં રાજ્યના 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ આણંદ જિલ્લાના તારાપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ગઈકાલે વલસાડના ઉમરગામમાં રાજ્યનો સૌથી વધુ 14 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

ગીરસોમનાથના વેરાવળમાં 2 ઈંચ, આણંદના ખંભાત અને મહીસાગરના કડાણા તથા લુણાવાડામાં દોઢ-દોઢ ઈંચ તેમજ આણંદના સોજીત્રા અને મહીસાગરના બાલાસિનોરમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. દાહોદના ફતેપુરા અને સિંગવાડમાં 19 મિમિ, દેવગઢ બારિયામાં 15 મિમિ, છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં 13 મિમિ, છોટા ઉદેપુર અને મહીસાગરના સંતરામપુરમાં 11 મિમિ વરસાદ થયો છે. જ્યારે પંચમહાલના મોરવા હડફ, શહેરા અને વલસાડના ઉમરગામમાં 10-10 મિમિ વરસાદ થયો છે. આ ઉપરાંત દાહોદના ફતેપુરા અને સિંગવાડમાં 19-19 મિમિ, આણંદના આંકલાવમાં 17 મિમિ, આણંદના બોરસદમાં 16 મિમિ, દાહોદના દેવગઢ બારિયા, પંચમહાલના શહેરા અને વલસાડના ઉમરગામમાં 15-15 મિમિ વરસાદ નોઁધાયો છે.

ગઈકાલે રાજ્યમાં 105 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 14 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે ભાણવડમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉપરાંત ગીર સોમનાથના વેરાવળ, અમરેલીના ખાંભા, જૂનાગઢના માંગરોળ, અમરેલીના બગસરા અને વલસાડના વાપીમાં 5-5 ઈંચ વરસાદ નોંધાયો હતો

ગીર સોમનાથના સુત્રાપાડા, અમરેલીના સાવરકુંડલા, પોરબંદરના કુતિયાણા, અમરેલીના જાફરાબાદ અને મોરબીમાં 4-4 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડના કપરાડા, અમરેલી, અમરેલીના રાજુલા અને ધારીમાં 3-3 ઈંચ નોંધાયો છે. રાજકોટના ઉપલેટા, જૂનાગઢના માણાવદર, માળીયા અને વંથલી તથા અમરેલીના બાબરામાં 2-2 ઈંચ વરસાદ નોધાયો છે, જૂનાગઢ, સાબરકાંઠાના ખેડબ્રહ્મા, જૂનાગઢના વિસાવદર, ભાવનગરના તળાજા, રાજકોટના જામકંડોરણા, મોરબીના માળિયા મિયાણા અને ગીર સોમનાથના કોડીનારમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.

ગીર સોમનાથના કોડીનાર અને તાલાલા, અમરેલીના લાઠી, છોટા ઉદેપુરના બોડેલી, છોટા ઉદેપુર, સંખેડા અને જેતપુર પાવી, રાજકોટના ધોરાજી અને જસદણ તથા વડોદરાના ડભોઈમાં 1-1 ઈંચ વરસાદ નોંધોયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.