મેઘ તાંડવ : સૌરાષ્ટ અને કચ્છમાં ધોધમાર વરસાદ
ગાંધીનગર : રાજ્યમાં વરસાદે ૪ દિવસ વિરામ લીધા બાદ રવિવારે સૌરાષ્ટ અને કચ્છ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સોમવારે સવારે ૧૦ વાગ્યા સુધીમાં રાજ્યમાં ૨૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં ૪.૧ ઇંચ વરસાદ માત્ર બે કલાકમાં ખાબક્્યો છે. રવિવારે રાજ્યના ૧૬ જિલ્લાના ૬૮ તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ૬.૭ ઇંચ અને કચ્છના માંડવીમાં ૬ ઇંચ વરસાદ નોંધાયો છે. હવમાન વિભાગે આગાહી કરી છેકે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.
જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટÙ-કચ્છ પંથકમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.