ઉત્તર ગુજરાત અને  સૌરાષ્ટ્ર-કચ્છ માં બુધ-ગુરૂમાં ફરી માવઠાની આગાહી

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં કમોસમી વરસાદ પીછો જ નથી છોડી રહ્યો. ઉનાળામાં વરસાદ આવી ચુક્યો છે, હવે શિયાળામાં પણ વરસાદ આવી રહ્યો છે. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. આ વર્ષ શિયાળાની સિઝનમાં ઠંડી કરતા જાણે માવઠા વધુ પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.  હજી  જયા ઠંડી બરાબર જમાવટ કરે ત્યાં માવઠુ વાતાવરણ અસ્થિર કરી નાંખે છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરના  લીધે આગામી બુધવાર અને ગુરૂવારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ફરી કમૌસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

જેની અસરતળે ઉત્તર-પશ્ર્ચિમના રાજ્યોમાં આગામી બુધવાર તથા ગુરૂવાર કમૌસમી વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે. આવતીકાલે મંગળવારે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળશે અને આકાશમાં વાદળોને જમાવડો જોવા મળશે. બુધવારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છ જિલ્લામાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો, પોરબંદર જિલ્લો, જામનગર જિલ્લો, રાજકોટ જિલ્લો, મોરબી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો અને કચ્છ જિલ્લામાં કમૌસમી વરસાદ પડશે.દરમિયાન 5 અને 6 જાન્યુઆરી આસપાસ ઉત્તર ભારતના રાજ્યમાં બરફ વર્ષા થશે, જેની અસર 8 અને 9 જાન્યુઆરીથી ગુજરાતમાં જોવા મળશે અને રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.