મવડીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ તૈયાર થશે

ગુજરાત
ગુજરાત

રાજકોટ મહાપાલિકા દ્વારા વેસ્ટ ઝોનમાં બનનારા સૌપ્રથમ અને અતિઆધુનિક અને રેસકોર્ષથી પણ અમુક વધુ રમતોની સુવિધા સાથેના આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ સંકુલ બનાવવાના કામની દરખાસ્ત અંતે સ્ટે.કમીટીમાં આવી ગઇ છે.ત્યારે આગામી દોઢ વર્ષમાં જુદીજુદી રમત સાથેનું કોમ્પ્લેક્ષ તૈયાર થશે અને રમવા ઉપરાંત ટુર્નામેન્ટની તૈયારીઓ માટે પણ ખેલાડીઓને જગ્યા કામ આવશે.સર્વોદય સ્કુલ પૂર્વેના રસ્તે આ પ્લોટ આવેલો છે.જેમાં ગ્રાઉન્ડ ફલોર પર જુદી જુદી રમત ગમત સુવિધા ઉભી કરવામાં આવશે.જેમાં પાર્કિંગ સાથે ખુલ્લા ગ્રાઉન્ડમાં ટેનિસ,બેડમિન્ટન,બાસ્કેટ બોલ,વોલીબોલ,સ્કેટીંગ રીંગ,મીની ઇન્ડોર સ્ટેડીયમ,ટેબલ ટેનિસ,આર્ચરીની સુવિધા હશે.જેના પ્રથમ માળે જીમ,યોગા,શુટીંગ રેન્જ,ચેસ-કેરમ માટે હોલ બનાવવામાં આવશે.આમ વર્તમાનમાં રેસકોર્ષમાં પણ આધુનિક સુવિધા સાથેનું ઇન્ડોર સ્ટેડીયમ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.