અંકલેશ્વરની GIDC ખાનગી કંપનીમાં ભીષણ આગ, 6 ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ
અંકલેશ્વરના જીઆઈડીસીમાં આવેલી એશિયન પેઇન્ટ્સ થેલિક કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. કંપનીમાં આગ લાગતાં દોડધામ મચી છે. આગ લાગવાની ફાયર બ્રિગેડને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી, આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલું કાર્યો.
અંકલેશ્વરમાં કલર બનાવતી કંપનીમાં આગ લાગી હતી. અંકલેશ્વરના કેમિકલ ફાયર એક્સપર્ટ ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર સાથે સ્થાનિક કંપનીઓના 6 ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગ લાગવાનું કારણ હજું સુધી જણાયું નથી.