સોમનાથ, શામળાજી સહિત રાજ્યના અનેક મંદિરો બંધ

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ જે પ્રકારે ઝડપથી વધુ રહ્યું છે તેને જાેતાં લોકો ફરી ડરનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. ગુજરાતના મોટાભાગના ગામડા અને વેપારી એસોસિએશન દ્રારા સ્વૈચ્છિક બંધ પાળવામાં આવી રહ્યો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ તો સ્વૈચ્છિક લોકડાઉનની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સાળંગપુર બી.એ.પી.એસ મંદિર, બગદાણા ગુરૂઆશ્રમ, સોમનાથ મંદિર, વીરપુર મંદિર, સુરતનું અંબિકા નિકેતન મંદિર, વડોદરાનું તુલજા ભવાની સહિતના મંદિરો બંધ કરવામાં આવ્યા છે.
સાળગપુર બી.એ.પી.એસ. મંદિર બંધ કરવાનોનો લેવાયો ર્નિણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં વધતા કોરોના કેસને લઈ બી.એ.પી.એસ સાળંગપુર મંદિર દ્વારા તેમની નીચે આવતા તમામ મંદિર બંધ રાખવા કોઠારી સ્વામીએ ર્નિણય લીધો છે. ૧૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી હરિમંદિરો નવો ર્નિણય ન આવે ત્યાં સુધી બંધ રહેશે.
શ્રી સોમાથન ટ્રસ્ટ દ્વારા આ ર્નિણયની જાહેરાત કરવામાં આવી કે રવિવાર એટલે કે ૧૧ એપ્રિલથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. અન્ય ર્નિણય ન કરવામાં આવે ત્યાં સુધી મંદિર બંધ રાખવોન ર્નિણય કરવામાં આવ્યો છે. સોમનાથનું મુખ્ય મંદિર ઉપરાંત ટ્રસ્ટ હસ્તકના શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રીરામ મંદિર, શ્રી લક્ષ્મીનારાણ – ગીતામંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી ભીડભંજન મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.
આ સાથે જ શ્રદ્ધાળુઓ ભગવાન સોમનાથજીની પૂજાવિધિ ટ્રસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઈન નોંધાવી શકશે. તેમજ સુરર્ણ કળશ સહિતની પૂજા ઓનલાઈન કરાવી શકશે. ઉપરાંત સોમનાથ ટ્રસ્ટના ફેસબુક, ટ્‌વીટર, ઇન્સ્ટાગ્રામ, ટ્રસ્ટની વેબસાઈટથી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે.
આ ઉપરાંત રાજકોટ પંથકમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોના સંક્રમણના લીધે વીરપુરના સુપ્રસિદ્ધ યાત્રા ધામ જલારામ મંદિરને બંધ કરવાનો ર્નિણય કર્યો છે. જલારામ મંદિર અગિયાર એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. મંદિરની સાથે અન્નક્ષેત્ર પણ ૩૦ એપ્રિલ સુધી બંધ રહેશે. આ ઉપરાંત રાજકોટ – કાગવડ ખોડલધામ મંદિર તેમજ રાજકોટના કાલાવાડ રોડ પર આવેલું સ્વામિનારાયણ મંદિર બંધ રહેશે. મ્છઁજી સંસ્થાએ આગામી ૩૦ એપ્રિલ સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો ર્નિણય લીધો છે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓમાં સંક્રમણ ફેલાય નહીં લોકો મંદિરમાં એકઠા થાય નહીં તે માટે સાધુ સંતોએ આ ર્નિણય લીધો હતો.
તો આ તરફ યાત્રાધામ શામળાજી મંદિર ૧૦ દિવસ સુધી બંધ રાખવાનો ર્નિણય કરવામાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંધ મંદિરમાં થશે પરંતુ ભગવાનની નિત્ય ક્રમ મુજબ સેવા પૂજા થશે. કોરોના વધતા જતા સંક્રમણ ફરી એકવાર મંદિરને તાળા લાગવા માંડ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.