
માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા આશાવર્કર બહેનોનું વાર્ષીક સંમેલન યોજાયુ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં કામ કરતી આશાવર્કર બહેનોનું વાર્ષિક સમ્મેલન યોજાયું હતું.જેમાં તાલુકા આરોગ્ય કચેરી દ્વારા માંગરોળ કલ્યાણ ધામ ખાતે જૂનાગઢ જિલ્લા આરોગ્ય ઓફીસ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા આરોગ્ય ઓફીસર તેમજ આગેવાનો દ્વારા આશાવર્કર બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.જેમાં માંગરોળ કલ્યાણ ધામ ખાતે તાલુકા આરોગ્ય કચેરીમાં કામ કરતી અને જેમણે વર્ષ દરમિયાન સારી કામગીરી કરેલ હોય તે બહેનોને જિલ્લા આરોગ્ય ઓફીસ અને તાલુકા પંચાયત પ્રમુખ જેઠાભાઇ ચુડાસમા અને તાલુકા ભાજપ પ્રમુખ દાનાભાઈ બાલસ અને તાલુકા આરોગ્ય ઓફીસ ડો.ડાભી અને આગેવાનો દ્વારા પ્રથમ દીપ પ્રાગટય કરી સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આ ઉપરાંત રાષ્ટ્રગીત ગાઈ મહેમાનોનું સાવગત કરી તેમને આવકારવામાં આવ્યા હતા તેમજ આશાવર્કર બહેનોએ સગર્ભા મહિલાઓને ક્યાં સમયમાં શુ કાળજી રાખવી ? તે વિષે નાટક રજૂ કર્યું હતું.આ સિવાય સારી કામગીરી કરતી આશાવર્કરો બહેનોને વાર્ષિક સંમેલનમાં પ્રમાણપત્ર અને પર્સ બેગ આપી સન્માન કરવામા આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં તાલુકા આશાવર્કર બહનો તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા.