મહેસાણા પોલીસ હેડકવાર્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ગુજરાત
ગુજરાત

મહેસાણા શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારથી પોલીસકર્મીઓ બ્લડ કેમ્પ મથકે પહોંચ્યા હતા જ્યાં વિવિધ શાખાના પોલીસ જવાનોએ ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપી બ્લડ ડોનેટ કર્યું હતું. મહેસાણામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમાં સાયકલ રેલી,સ્પર્ધાઓ તેમજ બ્લડ ડોનેટ કેમ્પ યોજવામાં આવ્યો હતો. પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ એસ.આર.પી બેરેક ઓડિટોરિયમ હોલની બાજુમા કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું. બ્લડ ડોનેટ કરનાર પોલીસકર્મીઓને સર્ટિફિકેટ આપવામા આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.