
પાલીતાણા થી ખાંભા સુધીનાં વિસ્તારમા સિંહ દર્શન થઈ શકશે
પ્રકૃતિ પ્રેમીઓને સિંહ દર્શન માટે સાસણગીર નહી જવુ પડે રાજય સરકાર આગામી સમયમા પાલીતાણાથી ખાંભા સુધીનાં વિસ્તારને ટુરીસ્ટ તરીકે વિકસાવશે.જેમા સિંહ પ્રેમીઓ માટે સાસણ જેવું બીજુ સ્થળ સરકાર વિકાસાવશે.આ વિસ્તારમા સિંહોનો વસવાટ વધતાં સરકારે નિર્ણય લીધો છે.ધાર્મિક સ્થળો અને જંગલ વિસ્તારના સમ ન્વયથી નવું ટુરિસ્ટ સ્થળ વિક્સાવશે.આમ વન વિસ્તારમાંથી સિંહો રહેણાક વિસ્તારોમાં વિચરણ કરતા જોવા મળ્યા હોય તેવી ઘટનાઓ છેલ્લાં થોડાં વર્ષોમા અનેક વાર જોવા મળી છે. આમ વધતી જતી સિંહોની સંખ્યા સામે તેમનો સંરક્ષિત વિસ્તાર નાનો પડી રહ્યો છે.આમ સિંહો રાજ્યના પાંચ જિલ્લાઓ ગીર- સોમનાથ,જૂનાગઢ,અમ રેલી,ભાવનગર અને બોટાદમાં જોવા મળે છે.બરડા વન્યજીવ અભયારણ્યમાં રેડિયો કોલર લગાવેલા નર સિંહે દેખા દેતાની સાથે એશિયાટિક સિંહોએ પોરબંદર નજીક બરડા વન્યજીવ અભયારણ્યમાં પોતાનું નવું ઘર શોધી લીધું છે.