દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચેથી હળવા વરસાદી ઝાપટાં

ગુજરાત
ગુજરાત

સુરત :  દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. જો કે, દરવર્ષની જેમ મનમુકીને મેઘમહેર ન થઈ હોવાથી ખેડૂતો ધોધમાર વરસાદની અપેક્ષા રાખીને બેઠા છે. હાલ વાવણી પછી હળવો વરસાદ થતો હોવાથી ખેડૂતો માટે તે કાચા સોના સમાન સાબિત થઈ રહ્યો છે. વિતેલા ૨૪ કલાકમાં સુરતના કતારગામ ઝોનમાં સૌથી વધુ દોઢેક ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. જ્યારે ચોર્યાસી તાલુકામાં ૨૨ એમએમ અને તાપના નિઝર તાલુકામાં ૧૭ એમએમ વરસાદ પડ્યો છે.

નવસારી-વલસાડમાં પણ હળવો વરસાદ રાજ્ય સરકારના વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ તાપી જિલ્લામાં સૌથી વધુ નિઝર તાલુકામાં ૧૭ એમએમ વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના બારડોલીમાં ૮ અને ચોર્યાસીમાં ૨૨ એમએમ વરસાદ પડ્યો છે. માંગરોળમાં ૧૨ અને પલસાણામાં ૯ એમએમ વરસાદ પડ્યો છે.નવસારી જિલ્લાના ચીખલીમાં છ અને જલાલપોરમાં ૭ એમએમ વરસાદ પડ્યો છે. વલસાડના ઘરમપુરમાં અને કપરાડામાં સાત સાત એમએમ વરસાદ પડ્યો છે. જ્યારે વરસાદનું ઘર ગણાતા ડાંગમાં વિતેલા ૨૪ કલાક દરમિયાન વરસાદ નોંધાયો નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.