
રાજકોટના મંદિરમાં સાવરણી ચઢાવવાથી લક્ષ્મીજી પૂર્ણ કરે છે તમામ મનોકામના
રાજકોટ, શહેરમાં લક્ષ્મી માતાનું અનોખું મંદિર આવેલું છે. આ મંદિરે માત્ર સાવરણી ચઢાવવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે. ઘરમાં રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે આ મંદિરમાં આવેલી મૂર્તિનું ધાર્મિક રીતે પણ અનોખું મહત્વ છે. આ મંત્ર મહાલક્ષ્મી માતાજીને રિઝવવા માટે બોલવામાં આવતો હોય છે. દિવાળીના પર્વ પર સૌ કોઈ લક્ષ્મી માતાજીને રિઝવવાના પ્રયાસ કરતા હોય છે. આ દિવસોમાં લક્ષ્મી માતાજીનું ખાસ પૂજન અર્ચન પણ કરવામાં આવતું હોય છે. જોકે રાજકોટમાં એવું મંદિર આવેલું છે કે, જ્યાં માત્ર સાવરણી ધરાવીને લક્ષ્મી માતાજી પ્રસન્ન થાય છે. આ મંદિર રાજકોટના કેવડાવાળી વિસ્તારમાં આવેલું છે.
સાવરણીએ લક્ષ્મી માતાજીનું પ્રતીક પણ માનવામાં આવતું હોય છે. અહીં આવતા ભક્તોએ વાતચીતમાં પોતાના અનુભવ વર્ણવ્યા હતા. કેટલાક ભક્તોએ કહ્યું હતું કે, અહીં તેમની અનેક મનોકામના પૂર્ણ થઈ છે. એક ભક્તે કહ્યું હતું કે, તેઓ જ્યારે રાજકોટ આવ્યા ત્યારે તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા આ સમયે તેમને માતાજીની માનતા કરી હતી જે બાદ થોડા સમયમાં જ તેમને પોતાનું મકાન થઈ ગયું હતું. અહીંયા એવી માનતા છે કે, ભક્તો બે સાવરણી લઈને આવે છે. એ બંને સાવરણીઓ માતાજીને ધરાવે છે જેમાંથી એક સાવરણી પોતાના ઘરે લઈ જાય છે. આ સાવરણીથી પોતાના પૂજા રૂમમાં સાફ-સફાઈ કરવાની માનતા હોય છે. આ સાવરણીના કારણે લોકોના ઘરમાં સુખ શાંતિ રહે છે. એકમાત્ર મહાલક્ષ્મીજીનું મંદિર આવેલું છે. આ મહાલક્ષ્મીજીનું મંદિર એ ૭૦ વર્ષ જૂનું મંદિર છે
અહીંયા ધનતેરસ અને દિવાળીના દિવસે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. સામાન્ય દિવસોમાં દર શુક્રવારે અહીંયા ભક્તો વધારે સંખ્યામાં આવતા હોય છે. અહીં આવતા ભક્તોનું કહેવું છે કે, સાવરણીએ ઘરમાંથી માત્ર ગંદકી જ દૂર નથી કરતી હોતી તે લોકોના દરિદ્ર પણ દૂર કરે છે. અહીં આવતા ભક્તોનું એવુ પણ કહેવું છે કે, ઘરમાં ગંદકી ન રાખવી જોઈએ જે ઘરમાં ગંદકી હોય છે ત્યાં લક્ષ્મીજી વાસ નથી કરતા હોતા. એટલા માટે લોકો પોતાના ઘરમાં ખાસ સાફ-સફાઈ પણ રાખતા હોય છે. રાજકોટમાં આવેલા મહાલક્ષ્મીજીના મંદિરે દરરોજ મહિલાઓ દ્વારા ધૂન ભજન પણ કરવામાં આવતા હોય છે.
અહીંયા મહિલાઓ મોટી સંખ્યામાં આવતા હોય છે મંદિરમાં મહાલક્ષ્મીજીના દર્શન કરીને ભક્તો પણ ધન્યતા અનુભવતા હોય છે. રાજકોટ શહેરમાં આવેલું મહાલક્ષ્મજીના મંદિરમાં આવેલી મૂર્તિ એ ધાર્મિક રીતે અનેરું મહત્વ ધરાવે છે. આ મૂર્તિ એ માતાજીની ઉભી મૂર્તિ છે. તેમજ આ મૂર્તિએ ઉત્તરાભિમુખ ધરાવે છે. કહેવાય છે કે, સમુદ્રમંથન વખતે મહાલક્ષ્મીજી ઉતરાભિમુખ પ્રસન્ન થયા હતા. સમુદ્રમંથન વખતે માતાજી જે પરિસ્થિતિમાં પ્રસન્ન થયા હતા તે જ સ્થિતિમાં અહીંયા બિરાજે છે… એવું પણ માનવામાં આવે છે કે અહીંયા બિરાજતા માતાજીની મૂર્તિનું તેજ ખૂબ જ છે.ભક્તોએ એવું પણ કહ્યું હતું કે માતાજીના દર્શન કરતા હોય ત્યારે એવું લાગે કે માતાજી તેમની સામે જ જોઈ રહ્યા છે. મંદિરની અંદર પગ મુકતાની સાથે જ અને સુખ શાંતિનો અહેસાસ થાય છે..
આ મંદિરમાં એક વખત આવ્યા બાદ ભક્તોને અહીંથી દૂર જવાનું મન જ નથી થતું હોતું.. આજ મંદિરમાં લાંબા સમય સુધી બેસી રહેવાનું મન ભક્તોને થતું હોય છે… તો કેટલાક હોત ભકતો એવો પણ દાવો કર્યો હતો કે માત્ર મંદિર નજીકથી જ પસાર થતા હોય ત્યારે જ એવું આકર્ષણ જાગે કે માતાજીના દર્શન કરવા લોકો આવી જતા હોય છે. તો એક વ્યક્તિએ કહ્યું હતું કે તેઓ જન્મ થયો ત્યારથી જ આ મંદિર સાથેનો તેમનો નાતો રહ્યો છે આ મંદિર માં અનેકે ભક્તોનું કલ્યાણ થતું તેમને જોયું છે.