લાખણી તાલુકા પંચાયત આખરે ભાજપના ફાળે, કોંગ્રેસના બે સભ્યો ગેરહાજર રહેતા કમળ ખીલ્યું

ગુજરાત
ગુજરાત 89

લાખણી
લાખણી તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની રસક્સીભરી ચૂંટણી યોજાઇ હતી. જેમાં પ્રમુખ પદે ભાજપના ટીપુબેન લક્ષ્મણભાઇ પટેલ અને ઉપપ્રમુખ પદે અજીતસિંહ વાઘેલાનો વિજય થયો હતો. તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસના ૧૧-૧૧ સભ્યો વચ્ચે શનિવારે કોંગ્રેસના ૨ સભ્યો ગેરહાજર રહેતાં ૧૧- ૦૯ થી ભાજપનો વિજય થયો હતો. આ તરફ કોંગ્રેસના મહેશભાઇ દવેએ જણાવ્યુ હતુ કે, અમારા ૨ સભ્યોને ભાજપે લોભ-લાલચ આપતાં તે ગેરહાજર રહ્યા હતા. આ બંને સભ્યો સામે પક્ષાંતર ધારાની કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

બનાસકાંઠા જીલ્લાની લાખણી તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપે સત્તા હાંસલ કરી છે. ગત ૧૪ ઓક્ટોબરે પ્રમુખ સહિતના સભ્યોની સત્તાને જીવતદાન મળ્યા અને તેના ૩ દિવસ બાદ ચૂંટણીનું બ્યૂગલ આવતાં ભાજપ-કોંગ્રેસ માટે સત્તાનો જંગ ખેલવાની પરિસ્થિતિ બની હતી. આજે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ૨ સભ્યો ગેરહાજર રહેતાં ૯ વિરૂધ્ધ ૧૨ મતે ભાજપે બીજી ટર્મમાં સત્તા મેળવી છે. મતદાન દરમ્યાન ભાજપના તમામ સભ્યો ઉપસ્થિત હોઇ ૨ મતે ભાજપને સત્તા મળી છે.

ભાજપ તરફથી  પ્રમુખ પદ માટે ટીપુબેન લક્ષ્મણભાઇ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે અજીતસિંહ વાઘેલાએ ઉમેદવારી નોંધાવી હતી. તો સામે કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે જડીબેન લાલાજી ઠાકોર અને ઉપપ્રમુખ પદ માટે ભલાભાઇ રાજપૂતે ઉમેદવારી નોંધાવી હતી. નોંધનિય છે કે, અગાઉની ટર્મમાં ભાજપ અને કોંગ્રેસ પાસે સરખાં સભ્યો હોઇ નસીબના જોરે કોંગ્રેસના મહેશ દવે પ્રમુખ બન્યા હતા. જોકે ભાજપના સભ્યોએ બજેટ નામંજૂર કરાવી રાજકીય દાવપેચ ખેલતાં વિકાસ કમિશ્નરે તમામ સભ્યોની સત્તા ઉપર કાપ મુક્યો હતો. જેમાં ગત ૧૪ ઓક્ટોબરે હાઇકોર્ટે આદેશ કરતાં ફરી એકવાર તમામ સભ્યોને સત્તા મળી છે. જોકે અગાઉની ટર્મનો સમયગાળો પુર્ણ થયો હોઇ વિકાસ કમિશ્નરે આગામી ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવા આદેશ કર્યો હતો. આવી સ્થિતિમાં હાલના પ્રમુખ અને ઉપપ્રમુખને માત્ર ૩ દિવસની સત્તા મળી હતી.

લાખણી તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના ૨ સભ્યો ગેરહાજર રહ્યા હતા. સમગ્ર મામલે કોંગ્રેસના મહેશભાઇ દવેએ જણાવ્યુ હતુ કે, તમામ સભ્યોને વ્હીપ આપ્યા બાદ પણ હંસાબેન હજુરજી સોલંકી (ઠાકોર) અને ઉકાભાઇ નાગજીભાઇ રાજપૂત બંનેને ભાજપે લોભ-લાલચ આપતાં તેઓ ગેરહાજર રહ્યા હતા. જેથી હવે બંને સામે પક્ષાંતર ધારા મુજબની કાર્યવાહી કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.