મોરબી કોર્ટે જામીન અરજી ફગાવી દેતા લેડીડોન વિભૂતી પટેલ જેલમાં
મોરબીમાં દાદાગીરીની છાપ ઉભી કરનારી વિભુતી પટેલ ઉર્ફે રાનીબાને જેલની હવા ખવરાવવામાં આવી છે. રાનીબા દ્વારા દલિત યુવકને માર મારવાના કેસમાં અટકાયત કરવામાં આવી છે. મોરબી કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી અને તમામ આરોપીઓને જેલમાં મોકલી દીધા હતા.
સમગ્ર ઘટના
મોરબીની રવાપર ચોકડીએ પગાર લેવા માટે ઓફિસે બોલાવીને યુવાનને માર માર્યો હતો અને મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું. જે બનાવમાં લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની ભોગ બનેલા યુવાને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના કુલ ૬ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કર્યા હતા. ગુજરાતના મોરબીમાં પગારની માંગણીને લઈને દલિત યુવાનને બેલ્ટથી માર મારીને દાદાગીરી દેખાડનાર વિભૂતી પટેલ ઊર્ફ રાણીબાની દાદાગીરી નીકળી ગઈ છે. દલિત યુવાનની મારઝૂડ કરવાની મુખ્ય આરોપી વિભૂતી પટેલ છે અને તેની સાથે બીજા પણ પાંચ આરોપીઓ છે. મોરબી કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી અને તમામ આરોપીઓને જેલમાં મોકલી દીધા હતા.