
કચ્છમાં કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા
કચ્છમાં આજે ફરી કમોસમી વરસાદ પડ્યો છે.જેના કારણે જિલ્લાના ભુજ,માંડવી,અબડાસા તેમજ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું છે.આ સિવાય રાપર તાલુકાના ગાગોદર અને તેની આસપાસના ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો છે.આમ અચાનક વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.જેમાં પવન સાથે પડેલા અડધાથી પોણો ઇંચ જેટલા વરસાદથી માહોલમાં ઠંડક પ્રસરી જવા પામી છે,જ્યારે બીજીબાજુ ઇસબગુલ,કપાસ અને જીરું સહિતના પાકમાં વ્યાપક નુકસાનની ભીતિ જોવા મળી રહી છે.