
કચ્છમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ થયો
હવામાન ખાતાની આગાહી વચ્ચે કચ્છમાં સોમવાર બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.જેના કારણે કચ્છના અનેક વિસ્તારોમાં બરફના કરા તેમજ વીજળીના કડાકા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.જેમા ગ્રામિણ વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેતીમા ભારે નુકસાનની આશંકાથી જગતના તાતની કફોડી હાલત થવા પામી હતી.આ સિવાય મુંદ્રા,માંડવી,અંજાર અને નખત્રાણા તાલુકાના ગામોમાં કમોસમી વરસાદથી માર્ગો પર પાણી વહી ગયા હતા.આ સિવાય ખેતરોમાં પાણી ભરાઈ જતાં તૈયાર પાક પલળી જવા પામ્યા હતા.જેના કારણે ખેડૂતોએ નુકશાનની ભીતી વ્યકત કરી છે.