કચ્છમા સરહદ નજીક 4.2ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો
કચ્છના ખાવડા પંથકમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.સામાન્ય રીતે કચ્છમાં કેએમએફ કહેવાતી ફોલ્ટલાઈન સક્રિય હોય જમીનમાં ઉંડાઈએ ભૂકંપના તીવ્ર આંચકા આવતા હોય છે પરંતુ આ ભૂકંપ ઉપરી સપાટીએ આવ્યો છે.ત્યારે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભારત-પાકિસ્તાન સરહદ નજીક કચ્છના રણમાં આવેલા તળાવ નજીક આવેલ છે.