ખેડા જીઈબીના કમ્પાઉન્ડમાં આગ લાગતાં વીજ પુરવઠો ખોરવાયો
ખેડા-મહેમદાવાદ રોડ પર આવેલ વીજકચેરીના કમ્પાઉન્ડમાં એકાએક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.ત્યારે કચેરીના કમ્પાઉન્ડમા વીજ પુરવઠો પસાર કરતા વીજ થાંભલા નજીક એકાએક આગ લાગતા નગરપાલિકા વિભાગને જાણ કરાઈ હતી.ત્યારે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે પહેલા જ ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમા લેવાઇ હતી.જે આગની ઘટનામા કોઈ જાનહાનિ થઈ ન હતી.ત્યારે ખેડા પાલિકાનું ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચતા આગ વધુ પ્રસરી ન હતી. અને આગ ઉપર કાબુ મેળવાયો હતો.