કેવડિયા બનશે ઈ-સિટી, માત્ર બેટરીથી ચાલતા વાહનોને જ પ્રાથમિકતા અપાશેઃ પીએમ મોદી

ગુજરાત
ગુજરાત 60

આજે પર્યાવરણ દિવસ નિમિત્તે પીએમ મોદીએ એક કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતુ અને આ દરમિયાન તેમણે દેશની પહેલી ઈલેક્ટ્રોનિક સિટીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, ભવિષ્યની એક યોજના અંગે હું જાકાકરી આપવા માંગુ છું. ગુજરાતના ખૂબસુરત શહેર કેવડિયામાં આગામી દિવસોમાં પર્યાવરણના મહત્વને ધ્યાનમાં રાખીને માત્ર બેટરીથી ચાલતા વાહનોને જ પ્રાથમિકતા આપવામાં આવશે.આવનારા સમયમાં આ શહેરમાં માત્ર બેટરી આધારિત ફોર વ્હીલર અને બસો જ ચાલશે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના એલાન પહેલા 2019માં કેન્દ્ર સરકાર તરફથી કેવડિયામાં માત્ર ઈલેક્ટ્રોનિક વાહનોની અવર જવરને મંજૂરી આપવા માટે પ્રાથમિક યોજના તૈયાર કરી દેવાઈ હતી. નેશનલ ટુરિઝમ એડવાઈઝરી કાઉન્સિલના પૂર્વ ચેરમેન અને પૂર્વ પર્યટન મંત્રી જે જે એલફોન્સે તે સમયે કહ્યુ હતુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનારા પર્યટકોની સંખ્યામાં હવે વધારો થશે. આવામાં અહીંયા વર્લ્ડ ક્લાસ ટુરિઝમની સુવિધાઓ ડેવલપ કરવાનુ લઙ્ય છે.

તેમણે તે સમયે કેવડિયામાં દેશના સૌથી પહેલા ઈલેક્ટ્રિકલ વ્હીકલ ટુરિઝમ ઈનિશિએટિવને લોન્ચ કર્યુ હતુ.તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈકો ફ્રેન્ડલી ઈ બાઈક્સનુ લોકાર્પણ કર્યુ હતુ.તે સમયે તેમણે કહ્યુ હતુ કે, ઈ બાઈકસના કારણે પર્યટકોને અહીંયા હેરફેર કરવા માટે સરલતા રહશે. સરકાર ઈ બાઈક્સના ઉપયોગ માટે લોકોને પ્રોત્સાહન આપશે.

કેવડિયામાં ઈ બાઈક્સના ઉપયોગ યુરોપમાંથી પ્રેરણા લઈને શરુ કરાયો છે. યુરોપના દેશોમાં પર્યટકો ઈ બાઈક્સ વધારે પસંદ કરી રહ્યા છે. જેના કારણે યુરોપમાં ઈ બાઈક્સનુ વેચાણ પણ વધ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.