વસ્ત્રાલની એકલવ્ય સ્કૂલના કરાટે શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીને ન્યૂડ વીડિયો બતાવતા વાલીઓમાં રોષ
અમદાવાદમાં વસ્ત્રાલની એકલવ્ય સ્કૂલ ચર્ચામાં આવી છે. એકલવ્ય સ્કૂલમાં કરાટે ટ્રેનર દ્વારા વિદ્યાર્થિનીઓને ન્યૂડ વીડિયો બતાવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
વસ્ત્રાલની એકલવ્ય સ્કૂલમાં 5માં ધોરણની વિદ્યાર્થીનીઓને કરાટે શિક્ષક દ્વારા ન્યૂડ વીડિયો બતાવવામાં આવ્યો છે. આ બાબતની વાલીઓને જાણ થતાં રોષે ભરાયેલા વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલમાં પહોંચ્યાં હતાં. આ ઘટનાને લઈને પોલીસ પણ સ્કૂલમાં પહોંચી હતી. વાલીઓ દ્વારા પોતાનાં બાળકને ન્યૂડ વીડિયો બતાવવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે અને પોલીસમાં પણ રજૂઆત કરવામાં આવી છે. જે પછી પોલીસ ફરિયાદની કવાયત શરૂ કરવામાં આવી છે.