જૂનાગઢ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘમહેર થતા માંગરોળમાં 6 અને કેશોદમાં 4 ઈંચ વરસાદ પડયો

ગુજરાત
ગુજરાત 66

જૂનાગઢ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત રહી છે. જિલ્લામાં આજ સવારથી સાર્વત્રિક મેઘમહેર થતા બપોર સુધીમાં 1 થી 6 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લામાં સૌથી વધુ માંગરોળમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમા ભારે વરસાદના પગલે રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. જેમા જૂનાગઢ જિલ્લામાં સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં માંગરોળમાં 151 મીમી,કેશોદમાં 108 મીમી,માળિયા 88 મીમી,વંથલી 73 મીમી,જૂનાગઢ શહેર 53 મીમી,જૂનાગઢ તાલુકો 53 મીમી,મેંદરડા 22 મીમી,વિસાવદર 20 મીમી અને માણાવદરમાં 16 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય ગીરનાર પર્વત પર બે દિવસથી તેજ પવન સાથે અવિરત વરસી રહેલ ભારે વરસાદના પગલે આહલાદક વાતાવરણ સર્જાયેલ છે. જ્યારે ભારે વરસાદના પગલે ગીરનાર પર્વત ઉપર અનેક ઝરણાઓ વહેતા શરૂ થયા છે. જયારે ગીરનારના પગથીયા પર વરસાદી પાણી વહેતા જોવા મળતા હતા. જયારે પર્વત પરથી ઘોઘ પણ શરૂ થયા હતા. આમ છેલ્‍લા થોડા દિવસોથી વરસાદી માહોલ વચ્‍ચે ગીરનાર પર્વત પર કુદરતી સોદર્ય સોળે કલાએ ખીલી ઉઠી હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. વિસાવદરમાં પંથકમાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે સતાધાર નજીક આવેલ આંબાજળ ડેમ ઓવરફલો થઇ ગયો હતો. ચાલુ વર્ષે વરસાદની ખેંચના કારણે થોડા દિવસ પૂર્વે સુઘી આંબાજળ ડેમ ખાલીખમ હતો. ત્યારબાદ તાજેતરમાં થયેલ અવિરત મેઘમહેરના પગલે ડેમ ઓવરફલો થઇ ગયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.