આગામી જાન્યુઆરીમાં ખોડલધામના પાંચ વર્ષ પૂર્ણ થતાં પાટોત્સવનું ભવ્ય આયોજન કરાયું

ગુજરાત
ગુજરાત

ખોડલધામમાં ધાર્મિક પ્રસંગ રાખવાની તૈયારી શરૂ થઈ છે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાજર રાખવાના ચક્રો ગતિમાન થયા છે. 21 જાન્યુઆરી 2016ના રોજ રેકોર્ડબ્રેક લોકોની હાજરી વચ્ચે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેને આગામી 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી પાટોત્સવ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાત સહિત દેશભરમાં મોટી વસતી ધરાવતા લેઉવા પટેલ સમાજના લાખો લોકો ખોડલધામના કોઈપણ ધાર્મિક પ્રસંગમાં ઉમટી પડતા હોય છે. જેની તૈયારીના ભાગરૂપે ખોડલધામના ટ્રસ્ટીઓએ ત્રણ મિટિંગ કરી લીધી છે. એટલું નહીં ખોડલધામના પ્રણેતા અને ચેરમેન નરેશ પટેલે અમરેલી,જૂનાગઢ તથા જામનગર જિલ્લાઓનો પ્રવાસ કરી લીધો છે. ત્યારે આવતા દિવસોમાં અન્ય જિલ્લાઓ તથા ગુજરાત તેમજ અન્ય રાજ્યોની મુલાકાત લઈને તૈયારીઓને આગળ ધપાવશે તેવા નિર્દેશ છે. ખોડલધામના આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા સહિતના કેન્દ્રીય પ્રધાનો,ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતનું સમગ્ર પ્રધાનમંડળ તેમજ દેશભરમાંથી પાટીદાર ઉદ્યોગકારો-લોકો હાજરી આપે તે સ્પષ્ટ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.