જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી વડોદરા સ્ટેશન પરથી ટ્રેનોના ઉપડવાના સમયમાં ફેરફાર થશે

ગુજરાત
ગુજરાત

વર્તમાનમાં વડોદરા સ્ટેશન પરથી પસાર થતી છ ટ્રેનોના ઉપડવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.આ ફેરફાર વડોદરા સ્ટેશન પર ટ્રેનોનું દબાણ ઓછું કરવા માટે કરવામાં આવી રહ્યો છે.જેમાં ટ્રેન નંબર 22653 તિરૂવનંતપુરમ -હઝરત નિઝામુદ્દીન સુપરફાસ્ટનો 8 જાન્યુઆરીથી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય સવારે 9:18 વાગ્યાનો રહેશે,ટ્રેન નંબર 22654 હઝરત નિઝામુદ્દીન -તિરૂવનંતપુરમ સુપરફાસ્ટનો તારીખ 9 જાન્યુઆરીથી વડોદરા સ્ટેશનથી પ્રસ્થાનનો સમય સાંજે 6:06 વાગ્યાનો રહેશે,ટ્રેન નંબર 22633 તિરૂવનંતપુરમ -હઝરત નિઝામુદ્દીન સુપરફાસ્ટનો 5 જાન્યુઆરીથી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય રાતના 11:59 વાગ્યાનો રહેશે,ટ્રેન નંબર 22634 હઝરત નિઝામુદ્દીન-તિરૂવનંતપુરમ સુપરફાસ્ટનો 6 જાન્યુઆરીથી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય સવારે 10:58 વાગ્યાનો રહેશે,ટ્રેન નંબર 22659 કોચૂવેલી – ષિકેશ સુપરફાસ્ટનો 7 જાન્યુઆરીથી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય સાંજે 5:11 વાગ્યાનો રહેશે,ટ્રેન નંબર 22660 ષિકેશ-કોચૂવેલી સુપરફાસ્ટનો 10 જાન્યુઆરીથી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય રાતના 1:18 વાગ્યાનો રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.