ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા પૂર્વે અમદાવાદમાં જળયાત્રાનું આયોજન કરાયું

ગુજરાત
ગુજરાત

અમદાવાદ શહેરમાં આગામી 7 જુલાઈ અષાઢી બીજનાં રોજ  ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નિકળશે. મંદિર ટ્રસ્ટ પણ તૈયારીમાં લાગી ગયું છે.ભગવાનના વાઘા, પ્રસાદ, રથનું સમારકામ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પરંપરા મુજબ રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાય છે ત્યારે આ વર્ષે જગન્નાથ રથયાત્રા પહેલા આજે ભગવાન જગન્નાથનાં નિજ મંદિરેથી જળયાત્રા શોભાયાત્રા સ્વરૂપે નિકળશે અને સાબરમતી નદી ખાતે પહોંચશે. જ્યાં સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન થશે. ગંગા પૂજન બાદ 108 કળશમાં પવિત્ર જળભરી મંદિરમાં લાવી પૂજા વિધિ કરી ભગવાનને મહાજળાભિષેક કરવામાં આવશે. ઢોલ નગારા, બળદ ગાડા સાથે જળયાત્રા યોજાઈ છે. 108 કળશ સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. જળ ભર્યા બાદ સાબરમતી નદીની આરતી કરી છે. ભરેલા કળશ સાથે જળયાત્રા નિજ મંદિરે પહોંચી છે. જળાભિષેકથી ભગવાનની પૂજા-વિધિ કરવામાં આવી છે. મંદિરના મહંત સહિત નીતિન પટેલે જળાભિષેક કર્યુ છે. ધારાસભ્ય અમિત શાહે પણ જળાભિષેક કર્યો  છે.

આ જળ યાત્રામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ મેયર પ્રતિભાબેન જૈન, તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યાં છે. ભગવાનને સાબરમતીના જળથી અભિષેક કરાશે. આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર ઉપસ્થિત રહ્યાં છે. આ જળયાત્રામાં 108 કળશ, 18 ગજરાજ(હાથી), 18થી વધુ ભજનમંડળી પણ જોડાશે. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, બળદેવજી સરસપુરમાં મોસાળમાં રોકાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.