દીકરીએ જ સગી જનેતાની હત્યા કરી હોવાનો ખુલાસો

ગુજરાત
ગુજરાત

રાજકોટ, જુનાગઢ જિલ્લાના ઈવનગર ગામમાં ગઈ ૨૬ મેના રોજ એક મહિલાની હત્યા થઈ હતી. આ મહિલાની હત્યામાં ભયંકર ટ્વિસ્ટ આવ્યો છે. મહિલાની હત્યા કરનારું બીજુ કોઈ નહીં પણ તેની સગી પુત્રી જ નીકળી છે. સગી જનેતાની હત્યા માટે પુત્રીએ જ કાવતરું ઘડયું હતું અને અંજામ આપ્યો હતો. માતાએ તેની દીકરીને તેના પ્રેમી સાથે રંગેહાથ ઝડપી પાડી હતી. જે બાદ દીકરીએ આ કાવતરું ઘડયું હતું. ત્યારે મૃતક દક્ષા બામણિયાની ૧૯ વર્ષીય દીકરી મીનાક્ષીને જુનાગઢ તાલુકા પોલીસે સોમવારે ઝડપી પાડી હતી. મૃતક દક્ષાબેનના પતિ પાલનપુર ગયાના એક દિવસ બાદ તેઓ પેવર બ્લોક કામમાં રોકાયા હતા.

એ પછી ગઈ ૨૬ મેના રોજ પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તપાસકર્તા પોલીસ અધિકારી એસએ ગઢવીએ જણાવ્યું કે, ગઈ ૨૬ મેની રાત્રે દક્ષાબેને પોતાની દીકરી મીનાક્ષીને તેના બોયફ્રેન્ડ સાથે ઘરમાંથી જ રંગેહાથ ઝડપી પાડી હતી. મીનાક્ષીનો બોયફ્રેન્ડ તેની પાડોશમાં જ રહે છે. માતાએ પ્રેમી સાથે દીકરીને રંગેહાથ ઝડપી પાડયા બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વિવાદ થયો હતો. જે બાદ પ્રેમી ત્યાંથી ચાલ્યો ગયો હતો.

આ ઘટના બાદ મીનાક્ષીએ તેની માતાને વિનંતી કરી હતી આ વાતની જાણ તે તેના પિતાને ન કરે, કારણ કે તેને તેના પિતાના ગુસ્સાનો ડર હતો. પોલીસ અધિકારીએ એવું પણ જણાવ્યું કે, એ પછી તેની માતા દીકરીની વાતથી સહમત થઈ હતી, પરંતુ મીનાક્ષીને વિશ્વાસ નહોતો અને તે માની રહી હતી કે માતા આ વાતની જાણ પિતાને કરી દેશે. એ પછી ઉશ્કેરાયેલી મીનાક્ષીએ સ્ટોરરુમમાંથી એક સાધન લીધું અને માતા દક્ષાબેનના માથામાં વારંવાર ઘા કર્યો હતો. જે બાદ દક્ષાબેનના માથામાંથી લોહી વહેલા લાગ્યું હતું.

બાદમાં મીનાક્ષી કંઈ પણ ન બન્યું હોય તેમ રુમમાં જઈને સૂઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, મીનાક્ષી ભૂતકાળમાં પણ તેના બોયફ્રેન્ડ સાથે રંગેહાથ ઝડપાઈ ચૂકી છે. મીનાક્ષીનો બોયફ્રેન્ડ લગભગ રાત્રે ૧૧.૩૦ વાગે તેના ઘરે મળવા માટે આવવાનો હતો. એટલે મીનાક્ષીએ ઘરના સીસીટીવી કેમેરા બંધ કરી દીધા હતા, જેથી કરીને આ મામલે કોઈને ગંધ ન આવે. પોલીસના જણાવ્યા મુજબ, તપાસમાં એવો પણ ખુલાસો થયો કે, મીનાક્ષીએ રાત્રે તેની માતાના ભોજનમાં કેટલીક ઊંઘની ગોળીઓ પણ ભેળવી દીધી હતી. જેથી તેનો બોયફ્રેન્ડ આવે તો તે જાગી ન જાય. જો કે, ગોળીઓની જોઈએ એવી અસર થઈ નહીં અને તેની માતા જાગી ગઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.