ઉત્તર કોરિયા કરી રહ્યું છે પરમાણુ હુમલાની તૈયારી? કિમના આ પગલાથી દુનિયામાં મચી હલચલ
સિઓલઃ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેનો તણાવ જાણીતો છે. આ દરમિયાન ઉત્તર કોરિયા દ્વારા એક મોટું પગલું લેવામાં આવ્યું છે. એક સમારોહ દરમિયાન, ઉત્તર કોરિયાની સરકારે ફ્રન્ટલાઈન સૈન્ય એકમોને 250 પરમાણુ સક્ષમ મિસાઈલ લોન્ચર સોંપ્યા. આ સમય દરમિયાન ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને પણ અમેરિકાના સંભવિત ખતરાનો સામનો કરવા માટે પોતાના સૈન્યના પરમાણુ કાર્યક્રમના સતત વિસ્તરણની જાહેરાત કરી છે.
ઉત્તર કોરિયાની સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે આ મિસાઇલ પ્રક્ષેપકો દેશની મ્યુશન ફેક્ટરીઓમાં “વ્યૂહાત્મક રીતે” મહત્વપૂર્ણ બેલેસ્ટિક મિસાઇલોને ફાયર કરવા માટે બનાવવામાં આવ્યા છે. કિમે રવિવારે પ્યોંગયાંગમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે નવા મિસાઈલ લોન્ચર્સ તેમના ફ્રન્ટલાઈન યુનિટને દક્ષિણ કોરિયા સામે “જબરદસ્ત” પ્રતિરોધકતા પ્રદાન કરશે અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પરમાણુ શસ્ત્રોના સંચાલનને વધુ વ્યવહારુ અને કાર્યક્ષમ બનાવશે.
Tags india north korea Rakhewal