ભારતીય સેનાને મળ્યા નવા એડજ્યુટન્ટ જનરલ, જાણો કોણ છે લેફ્ટનન્ટ જનરલ VPS કૌશિક
લેફ્ટનન્ટ જનરલ વીપીએસ કૌશિકે ભારતીય સેનાના એડજ્યુટન્ટ જનરલનો ચાર્જ સંભાળ્યો છે. શુક્રવારે મહત્વની જવાબદારી સંભાળતા પહેલા, VPS કૌશિક ત્રિશક્તિ કોર્પ્સમાં જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) તરીકે ફરજ બજાવતા હતા. એડિશનલ ડિરેક્ટોરેટ જનરલ ઓફ પબ્લિક ઇન્ફોર્મેશનએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “લેફ્ટનન્ટ જનરલ વીપીએસ કૌશિકે આજે ભારતીય સેનાના એડજ્યુટન્ટ જનરલનો ચાર્જ સંભાળ્યો છે. આ મહત્વપૂર્ણ સોંપણી સંભાળતા પહેલા, તેઓ ત્રિશક્તિ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ તરીકે સેવા આપી રહ્યા હતા.”