ગુજરાત રાજ્યમાં ૧૦માંની પરીક્ષાનું ૬૦.૬૪ ટકા પરિણામ જાહેર

ગુજરાત
ગુજરાત

અમદાવાદ : રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. ૧૦ની પરીક્ષાનું પરિણામ ૬૦.૬૪ ટકા જાહેર થયું છે. ગત વર્ષ કરતા ૬.૩૩ ટકા પરિણામ ઓછું આવ્યું છે. આ વખત ના પરિણામમાં સુરત સેન્ટરનું ફરી એકવાર સૌથી ઉંચુ ૭૪.૬૬ ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી નીચું ૪૭.૪૭ ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદની વાત કરીએ તો શહેરનું ૬૫.૫૧ ટકા અને ગ્રામ્યનું પહેલા કરતા ઉંચુ ૬૬.૦૭ ટકા પરિણામ આવ્યું છે.રાજ્યભરમાંથી ફક્ત ૧૬૭૧ વિદ્યાર્થીઓ જ એ-વન ગ્રેડ મેળવી શક્યા
આ વખતે ગ્રેડ પ્રમાણ જોઈએ તો રાજ્યભરમાંથી ફક્ત ૧૬૭૧ વિદ્યાર્થીઓ જ એ-વન ગ્રેડ મેળવી શક્યા છે. જ્યારે ૨૩,૭૫૪ વિદ્યાર્થીઓએ એ-ટુ અને ૫૮,૧૨૮ વિદ્યાર્થીઓએ બી-વન ગ્રેડ મેળવ્યો છે. પરીક્ષાનું પરિણામ જાણવા માટે શિક્ષણ વિભાગની વેબસાઈટwww.gseb.org પર ઓનલાઈન જોઈ શકાશે. શાળામાં પરિણામ વિતરણ માટેની તારીખ આવનારા સમયમાં બોર્ડ જાહેર કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.