સુરતમાં આમ આદમી પાર્ટીએ ભાજપને હંફાવ્યું, કોંગ્રેસ ત્રીજા ક્રમે

ગુજરાત
ગુજરાત 65

સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો પરથી ઝંપલાવનારા 484 ઉમેદવારોનું ભાવી આવતીકાલ મંગળવારે ખુલશે. ત્યારે બે સ્થળોએ રાખેલી મતગણતરીની વ્યવસ્થામાં વોર્ડ નં.23 (બમરોલી-ઉધના)ના સૌથી ઓછા બુથો અને 9 રાઉન્ડ જ હોવાથી આ બેઠકનું સૌથી પહેલા પરિણામ અને વોર્ડ નં 2 (વરાછા)માં સૌથી વધુ બુથો હોવાથી છેલ્લે પરિણામ આવવાની શકયતા છે. 12 વાગ્યા પછી પરિણામો આવવાની શરૃઆત થઇ જશે.

મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકોની ચૂંટણી સંપન્ન થયા બાદ બે સ્થળોએ મતગણતરીની વ્યવસ્થા રખાઇ છે. જેમાં એસવીએનઆઇટી ખાતે 16 વોર્ડ અને મજુરાગેટ સ્થિત ગાંધી એન્જીનિયરીંગમાં 14 વોર્ડની વ્યવસ્થા થઇ છે. સવારે આઠના ટકોરે મતગણતરીની શરૂઆત થતા સૌથી પહેલા બેલેટ પેપરની ગણતરી હાથ ધરાયા બાદ ઇવીએમના મતોની ગણતરી હાથ ધરાઇ છે. આ વર્ષે કોરોનાના કારણે ટેબલની સંખ્યા પણ ઘટાડી દેવાઇ છે. કુલ 30 વોર્ડની આ ચૂંટણીમાં સૌથી વધુ મતદાન મથકો વોર્ડ નં.2 (વરાછા-અમરોલી) ના 165 છે. જયારે સૌથી ઓછા બુથ વોર્ડ નં.23 (બમરોલી- ઉધના)ના 85 જ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.