જામનગરમાં સગા દીકરાએ જ માતા પર આચર્યુ દુષ્કર્મ, મહિલાએ હિંમત કરીને નોંધાવી ફરિયાદ

ગુજરાત
ગુજરાત

જામનગર, રાજ્યમાં હચમચાવી નાંખતો કિસ્સો સામે આવ્યો છે. જામનગરમાં સગી માતા પર પોતાના જ દીકરાએ દુષ્કર્મ કરવાની ફરિયાદ નોંધાઇ છે. જેના કારણે આખા વિસ્તારમાં આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા છે અને લોકો દીકરા પર ફિટકાર વરસાવી રહ્યા છે. હાલ સ્થાનિક પોલીસે પુત્રની ધરપકડ કરીને રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, જામનગરમાં આધેડવયની માતા પોતાના ઘરમાં જ સૂઇ રહી હતી.

તે દરમિયાન રાતના સાડા બાર વાગ્યાની આસપાસ તેનો સગો દીકરો નશાની હાલતમાં આવ્યો હતો. આ નાશામાં ધૂત દીકરાએ માતા સાથે સૂઇને દુષ્કર્મ આચર્યુ હતુ. માતાએ વિરોધ કર્યો છતાં પુત્રએ જબરદસ્તી કરી હતી. થોડા સમયમાં માતા ત્યાંથી ભાગવામાં સફળ થઇ હતી. જે બાદ બીજે દિવસે માતાએ જ પુત્રની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. બીજી બાજુ માતાનું તબીબ પરીક્ષણ કરાવવામાં આવી રહ્યુ છે. નોંધનીય છે કે, આ આરોપી પુત્રનો ઇતિહાસ ગુનાહીત રહ્યો છે. તેની સામે મારામારી તેમજ દારૂના ગુના પણ નોંધાયેલા છે. હાલ આ કિસ્સાની ચર્ચા ચારેકોર થઇ રહી છે.

જામનગરમાં બે દિવસ પહેલા પણ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમા સજાતીય સંબંધની એપ્લિકેશન દ્વારા એકબીજા સાથે ઓળખાણ થતા યુવાને યુવાનને મળવા બોલાવી લૂંટી લીધો હતો. યુવાન પાસે વધારે રોકડ રકમ ન હોવા છતાં આરોપીઓએ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરાવી ૪૦ હજાર રૂપિયાની ઉચાપત કરી લીધી હતી.

કાલાવડ નાકા બહાર, કલ્યાણ ચોક, તારમામદ સોસાયટી શેરી નં.૧માં રહેતા અને સાધના કોલોનીમાં એ વન નાસ્તાના નામે લારી ચલાવતા ૩૧ વર્ષીય પરિણીત દેવેન્દ્રભાઇ વશરામભાઇ નકુમએ પોતાના મોબાઈલમાં સજાતીય સંબંધને પ્રાધાન્ય આપતી સોશ્યલ મીડિયા એપBlued-Live & Male Datingડાઉનલાેડ કરી હતી. આ દરમિયાન આ એપ વાટે દેવેન્દ્રને વિશાલ પટેલ નામના કથિત વ્યક્તિ સાથે ચેટીંગ થયું હતું. દરમિયાન આ વ્યક્તિએ દેવેન્દ્રને મળવા બોલાવ્યો હતો. ગત તા. ૧લીના રોજ રાત્રે પોણા બારેક વાગ્યે કથિત વિશાલ પટેલ પોતાનું મોટર સાયકલ લઈ બસ સ્ટેશન આવ્યો હતો અને દેવેન્દ્રને પોતાનું મોટર સાયકલ લઈ જોલી બાંગ્લા રોડ પર પાછળ આવવા કહ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.